કાંકરિયામાં દોઢ વર્ષ પછી બોટિંગ સેવા ફરી શરૂ થશે!
સ્ટેન્ડિંગ કમિટીએ આપી મંજૂરી, નવેમ્બર 1થી બોટિંગ શરૂ થવાની શક્યતા, નવા ટિકિટના ભાવ જાહેર

કાંકરિયામાં બોટિંગ સેવા ફરી શરૂ થશે

કાંકરિયામાં બોટિંગ સેવા ફરી શરૂ થશે
વડોદરાના હરણી કાંડ પછી અમદાવાદના કાંકરિયા તળાવમાં લગભગ દોઢ વર્ષથી બંધ રહેલી બોટિંગ પ્રવૃત્તિ આખરે ફરી શરૂ થવાના આરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીએ આ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે, જેના પગલે બોટિંગ અને નગીનાવાડી એન્ટરટેઈનમેન્ટ ઝોન નવેમ્બર 1થી મુલાકાતીઓ માટે ફરી ખુલ્લા થવાની શક્યતા છે.
હરણીકાંડ બાદ સેવા બંધ, મુદતમાં વધારો
વડોદરામાં થયેલી દુર્ઘટના બાદ 29 મે, 2024થી કાંકરિયામાં બોટિંગ સેવા બંધ કરી દેવાઈ હતી. દોઢ વર્ષના લાંબા ગાળા બાદ સ્ટેન્ડિંગ કમિટીએ બોટિંગ એજન્સી આમ્રપાલી ઇન્ડ. લિ. ની મુદત જેટલો સમય પ્રવૃત્તિ બંધ રહી, તેટલો સમય દોઢ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી દસ દિવસમાં કાંકરિયામાં બોટિંગ ફરી શરૂ થઈ જશે.
કાયદાકીય મંજૂરી મેળવવાની બાંહેધરી
એજન્સીએ સરકારની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું પાલન કરવા ઉપરાંત વોટર સાઇડ સેફ્ટી કમિટીની મંજૂરી મેળવી આપવાની બાંહેધરી આપી છે. જોકે સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જ્યાં સુધી સબ-કમિટી અને મેઈન કમિટી તરફથી મંજૂરીની અંતિમ મહોર ન લાગે, અને મ્યુનિસિપલ કમિશનર સહી ન કરે, ત્યાં સુધી બોટિંગ પ્રવૃત્તિ સત્તાવાર રીતે શરૂ થઈ શકે નહીં. આમ, કાયદાકીય આંટીઘૂંટી હજી પણ આંશિક રીતે યથાવત્ છે.
નગીનાવાડી પણ ધમધમશે, ટિકિટના દર જાહેર
બોટિંગની સાથે સાથે કાંકરિયા તળાવના કેન્દ્રમાં આવેલો લોકપ્રિય નગીનાવાડી એન્ટરટેઈનમેન્ટ ઝોન, જેમાં મ્યુઝિકલ ફાઉન્ટેન અને લેસર શોનો સમાવેશ થાય છે, તે પણ ફરીથી શરૂ થશે. AMC એ જાહેર કર્યું છે કે બોટિંગ અને અન્ય આકર્ષણો ફરી શરૂ થતાં, નવા ટિકિટના દર અમલમાં મૂકવામાં આવશે. ૨૦૦૪માં શરૂ થયા બાદ AMC ને આ આકર્ષણો દ્વારા અત્યાર સુધીમાં ₹૭,૧૭,૫૩,૨૪૮ની આવક થઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!