વિદ્યાર્થીઓની મૂંઝવણને લઇ બોર્ડનો હેલ્પલાઇન નંબર
શિક્ષણ વિભાગે જાહેર કરેલો બોર્ડની પરીક્ષાનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 18002335500 છે.

બોર્ડે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

બોર્ડે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
ગુજરાતમાં આગામી 27 ફેબ્રુઆરીથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા શરુ થવાની છે.જેને લઇ વિદ્યાર્થીઓ પરીક્ષાની તનતોડ મહેનતમાં લાગી ગયા છે. મહત્વનું છે કે ઘણીવાર બોર્ડની એક્ઝામને લઇને વિદ્યાર્થીઓ ચિંતામાં ખરાબ પગલાં ભરે છે, ડરના કારણે અભ્યાસ પર ધ્યાન નથી આપી શકતા. પરંતુ હવે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગે ધો.10-12 બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્યમાં આગામી ફ્રેબુઆરી અને માર્ચ મહિના દરમિયાન ધો.10-12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે, ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થી, વાલીઓ અને શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી 27 જાન્યુઆરીથી 17 માર્ચ દરમિયાન આ સુવિધા કાર્યરત રહેશે.
શિક્ષણ વિભાગે જાહેર કરેલો બોર્ડની પરીક્ષાનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 18002335500 છે. જેમાં બોર્ડની પરીક્ષા સંબંધિત મુંઝવણને લઈને વિદ્યાર્થી, વાલીઓ કે શાળા જણાવેલા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સંપર્ક કરી શકશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.