અમદાવાદના નરોડામાં કાર ચાલકની એક ભુલના કારણે બાઈક ચાલકનું મોત, એક ઈજાગ્રસ્ત
નરોડામાં કારચાલકે કારને નો-પાર્કિગમાં સાંકડા રોડ પર ઊભી રાખી

ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા

ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા
શનિવારે (18 જાન્યુઆરી, 2025) અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. નરોડામાં કારચાલકે કારને નો-પાર્કિગમાં સાંકડા રોડ પર ઊભી રાખી હતી, આ દરમિયાન કારચાલકે કારનો દરવાજો ખોલ્યો હતો. જેના કારણે પાછળથી આવી રહેલી બાઈક પરના બે લોકો નીચે પટકાયા હતા. એજ સમયે પાછળથી આવી રહેલી ટ્રક બાઈક ચાલક પર ફરી વળી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા પ્રવીણ હિંગુ અને તેમના ભાઈ રાકેશ હિંગુને અકસ્માત નડ્યો હતો. તેઓ બાઈક લઈને નરોડા બેઠકથી ગેલેક્સી તરફ જતા સર્વિસ રોડ પર જઈ રહ્યાં હતા. આ દરમિયાન સર્વિસ રોડ પર નો-પાર્કિંગમાં ઉભેલી અર્ટિગા કારના ડ્રાઈવરે અચાનક દરવાજો ખોલ્યો હતો. જેના કારણે બાઈક ચાલક પ્રવીણ હિંગ અને પાછળ બેઠેલા રાકેશ હિંગુ નીચે પટકાયા હતા. ત્યારે પાછળથી આવેલી આઇસર ટ્રક તેના પર ફરી વળી હતી.
બાઈક ચાલક પ્રવીણ હિંગુને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. જ્યારે રાકેશ હિંગુના જમણા પગના ભાગે અને શરીર પર ઈજા પહોંચી છે. તેમની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને જી-ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.