ભીલ સમાજની સરકારને ચૂંટણી બહિષ્કારની ચેતવણી
1950 પહેલાના પુરાવાની માંગણી રદ કરો: મુખ્યમંત્રી સામે મળવાનો સમય ન આપ્યાનો આક્રોશ

ભીલ સમાજની સરકારને મોટી ચેતવણી

ભીલ સમાજની સરકારને મોટી ચેતવણી
ગુજરાતમાં ભીલ સમાજની જાતિના દાખલાના મુદ્દે સરકારી તંત્ર દ્વારા થઈ રહેલા ધક્કા અને અન્યાય સામે સમાજે આક્રોશ વ્યક્ત કર્યો છે. અસારવા ખાતે 15 જેટલા જિલ્લાઓમાંથી આવેલા ભીલ સમાજના આગેવાનોએ મહત્ત્વપૂર્ણ બેઠક યોજીને એકસૂરમાં હુંકાર ભર્યો હતો.
1950 પહેલાના પુરાવા રદ કરવાની માંગ:
ભીલ સમાજના પ્રમુખ મફતભાઈ રાણાએ સરકાર સમક્ષ મુખ્ય ચિંતાઓ રજૂ કરતા જણાવ્યું કે, સરકાર દ્વારા જાતિના દાખલા માટે 1950 પહેલાના પુરાવા માંગવામાં આવે છે, જે તાત્કાલિક ધોરણે રદ થવા જોઈએ. તેમણે આ પદ્ધતિને કારણે 'ખોટો પૂજાય છે અને સાચો મૂંઝાય' તેવી સ્થિતિ ગણાવી. તેમણે માંગ કરી કે પહેલાની જેમ લોહીની સગાઈના સંબંધોના આધારે દાખલા આપવાની પદ્ધતિ પુનઃસ્થાપિત થવી જોઈએ.
મફતભાઈ રાણાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગયા વર્ષે રૂબરૂ મળીને નિકાલ લાવવાની વાત કરી હોવા છતાં આજદિન સુધી સમય આપવામાં આવ્યો નથી.
ચૂંટણી બહિષ્કાર અને વિરોધ પ્રદર્શનની ચેતવણી:
આદિવાસી સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ (જાતિના દાખલા અને સરકારી લાભો) સ્વીકારવામાં નહીં આવે તો:
આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.
આગામી દિવસોમાં ગાંધીનગર છાવણી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
આ ઉપરાંત, ભીલ સમાજે ગાંધીનગર ખાતે બિરસામુંડા ભવનમાં રચાયેલી વિશ્લેષણ સમિતિને તાત્કાલિક રદ્દ કરવાની અને વિદ્યાર્થીઓને સરકારી લાભો (જેમ કે શિષ્યવૃત્તિ) પુનઃચાલુ કરવાની માંગ કરી છે.
સમાજ સુધારણાના મહત્ત્વના નિર્ણયો:
બેઠકમાં સમાજ સુધારણા માટે પણ મહત્ત્વના નિર્ણયો લેવાયા છે:
લગ્નમાં ડી.જે. વગાડવા પર પ્રતિબંધ, ભંગ કરનારને રૂ. ૫૧,૦૦૦ દંડ.
મરણમાં બારમું અને બટુક ભોજન બંધ કરવું.
લગ્ન પ્રથામાં તેલ નાખવાનું અને મરશિયા ગાવાનું બંધ કરવું.
લગ્નની જાનમાં ૨૦૦ વ્યક્તિઓનું જમણવાર જ રાખવું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?