જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓએ વરસાદનો લાભ ઉઠાવી ભાદર નદીને કરી પ્રદુષિત
વરસાદના પાણીની સાથે પોતાની ફેક્ટરીના કેમિકલ યુક્ત પાણી છોડીને નદી પ્રદુષિત કરી રહ્યા છે.

ભાદર નદી બની પ્રદુષિત

ભાદર નદી બની પ્રદુષિત
ઔદ્યોગિક નગરી જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓએ પ્રદૂષણ ફેલાવવા માટેની એક નવી જ તકનીક અપનાવી. વરસાદના પાણીની સાથે પોતાની ફેક્ટરીના કેમિકલ યુક્ત પાણી છોડીને નદી પ્રદુષિત કરી રહ્યા છે. કેરાળી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાં કેમિકલ વાળું પાણી છોડાતા જેતપુરમાં કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો.
આ પહેલાં પણ અનેક વખત જેતપુરમાં સાડીના કારખાનેદારોએ ભાદર નદીમાં પાણી ઠાલવીન તો પહેલેથી જ પ્રદુષિત કરી નાખી હતી. ત્યારે હવે ફરી એક વખત ભાદર નદીમાં કોઈ પ્રદુષણ માફિયા દ્વારા વરસાદના પાણીના પ્રવાહના મોકાનો ફાયદો ઉઠાવી પોતાના કારખાનાનું પ્રદુષિત પાણી નદીમાં છોડી દેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઇ પણ કામગીરી કરવામાં આવતી નથી. પ્રદુષિત પાણીને કારણે જીવ સુષ્ટિને નુકશાન થાય છે આ સાથે જ ખેતીની જમીન બંજર બની રહી છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ભાદર નદીમાં પ્રદુષિત પાણી બંધ કરવામાં આવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?