ફ્લિપકાર્ટ પરથી સસ્તામાં ક્રીમ મંગાવો છો તો ચેતજો
સુરતનામાં સ્કીન માટેના ડુપ્લીકેટ ક્રીમ બનાવતી ફેક્ટરી સાથે યુવકની ધરપકડ કરી મુદ્દામાલ કબજે

ડુપ્લીકેટ ક્રીમ બનાવતી ફેક્ટરીનો ભંડાફોડ

ડુપ્લીકેટ ક્રીમ બનાવતી ફેક્ટરીનો ભંડાફોડ
સુરત શહેરમાં ખાદ્યપદાર્થો બાદ હવે સૌંદર્ય પ્રસાધનોમાં પણ નકલી ચીજવસ્તુઓનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. જો તમે ફ્લીપકાર્ટ પરથી બ્યુટી ક્રીમ મંગાવો છો તો હવે ચેતી જજો.
સુરતના પુણા વિસ્તારમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી સ્કિન ક્રીમ બનાવી ઓનલાઈન વેચવાનું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે 21 વર્ષીય અર્ષિત લાલજીભાઈ દેસાઈ નામના યુવકની ધરપકડ કરી છે, જે છેલ્લા દોઢ મહિનાથી ગ્રાહકોના સ્વાસ્થ્ય અને ત્વચા સાથે ચેડાં કરી રહ્યો હતો.
ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને છેતરપિંડી આરોપી અર્ષિત પુણા વિસ્તારમાં આવેલા શાશ્વત પ્લાઝામાં ભાડેથી દુકાન રાખીને નકલીનો વેપલો ચલાવતો હતો. તે 'ડર્મડોક હોનેસ્ટ નાઈટ ક્રીમ' (DermDoc Honest Night Cream) જેવી બ્રાન્ડેડ પ્રોડક્ટની આડમાં હલકી કક્ષાનું ક્રીમ પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરી તેના પર અસલી કંપનીના સ્ટીકરો અને રેપર્સ લગાવતો હતો. આ નકલી માલ તે ફ્લિપકાર્ટ (Flipkart) જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચતો હતો.
આશ્ચર્યની વાત એ છે કે, જે ઓરિજિનલ ક્રીમની કિંમત ₹399 હતી, તે આરોપી માત્ર ₹170માં વેચીને ગ્રાહકોને લલચાવતો હતો. પોલીસ દરોડા અને લાખોનો મુદ્દામાલ જપ્ત કંપનીના અધિકારીઓને આ બાબતે શંકા જતા તેમણે પુણા પોલીસ સાથે મળીને કારખાના પર દરોડા પાડ્યા હતા. પોલીસ તપાસમાં કારખાના અને આરોપીના કામરેજ સ્થિત ઘરેથી કુલ ₹3.1 લાખની કિંમતની 50mlની 801 ડબ્બીઓ મળી આવી હતી.
આ ઉપરાંત, પોલીસે પેકિંગ માટે વપરાતા હીટ ગન મશીન, ડુપ્લીકેટ સ્ટીકરો, ટ્રાન્સપરન્ટ રેપર્સ અને ફ્લિપકાર્ટના બ્રાન્ડિંગવાળી સેલોટેપ પણ જપ્ત કરી છે.
ત્વચા માટે જોખમી સાબિત થઈ શકે છે આ નકલી ક્રીમ તપાસમાં સામે આવ્યું છે કે આ ક્રીમ અત્યંત હલકી કક્ષાના કેમિકલ્સમાંથી બનાવવામાં આવતી હતી. જે લોકો ખીલ કે ડાઘ ઘટાડવા માટે આ ક્રીમ ખરીદતા હતા, તેમને ત્વચાનું ગંભીર નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે.
હાલ પુણા પોલીસે આરોપી વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.