સાચવજો ઉતરાયણમાં, તહેવારની ઉજવણીનો રંગ ફિકો પણ પડી શકે
ઉતરાયણમાં ઇમરજન્સી કેસમાં 30 ટકાનો વધારો થવાનો EMRIનું અનુમાન

સાચવજો ઉતરાયણમાં, તહેવારની ઉજવણીનો રંગ ફિકો પણ પડી શકે

સાચવજો ઉતરાયણમાં, તહેવારની ઉજવણીનો રંગ ફિકો પણ પડી શકે
ગુજરાતમાં પતંગોત્સવ મકરસંક્રાતિ એટલે કે ઉતરાયણના તહેવારનો ભારે ક્રેઝ છે. પતંગરસિયાઓએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. જો કે ઉતરાયણના 2 દિવસના પર્વને લોકો ઉમંગ અને ઉલ્લાસથી તો ઉજવે છે પણ આ બંને દિવસોમાં ઇમરજન્સી કેસો પણ વધી જાય છે.
EMRI 108 ઇમરજન્સી સર્વિસના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ કહ્યું હતું કે ઉતરાયણમાં ઇમરજન્સીના કેસોમાં વધારો થવાની શક્યતા છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે ઉતરાયણમાં ઇમર્જન્સી કેસમાં 30 ટકા વધારો થવાનું અનુમાન છે જ્યારે 15 જાન્યુઆરીએ વાસી ઉતરાયણમાં 20 ટકા વધારાની શક્યતા છે.
ઉતરાયણમાં ખાસ કરીને ગુજરાતના વિવિધ શહેરોમાં દોરીથી ગળા કપાવવાની, અકસ્માત થવાની શકયતાઓ સામે EMRI ની તૈયારી છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દૈનિક 3 હજાર લોકો 108 ની ઇમરજન્સી મદદ લે છે અને ઉતરાયણના દિવસે EMRI ને 4 હજાર કોલ આવવાનો અંદાજ છે.
તેમણે કહ્યું કે ઉતરાયણના દિવસે સામાન્ય રીતે વાહન અકસ્માત થવાની શક્યતાઓ વધુ રહે છે. ઇમરજન્સીના સૌથી વધુ કોલ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાઓમાંથી વધુ આવે છે. આ વર્ષે 33 માંથી 8-9 જિલ્લાઓમાં 20 ટકાથી વધુ કોલ્સ આવવાનો અંદાજ છે.
ઉતરાયણના દિવસોમાં ખાસ કરીને ધાબા ઉપર મારામારીના કેસ, ઇલેક્ટ્રિક તાર સાથેના અકસ્માતને લઇ ઇમર્જન્સી મદદ માંગવામાં આવે છે તેમ જણાવતા તેમણે કહ્યું કે હાલ રાજ્યભરમાં EMRI ના 800 થી વધુ 108 એમ્બયુલન્સ કાર્યરત છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.