'રસમલાઈ' અને 'પોપટ' બ્રાન્ડ ગોળ ખાતાં પહેલાં ચેતજો
ફૂડ વિભાગની તપાસમાં ગોળમાં કેમિકલ હોવાનો ખુલાસો, લેબોરેટરી ટેસ્ટમાં સેમ્પલ નિષ્ફળ

ફૂડ વિભાગે ગોળનો વેપાર કરતી બંને પેઢીઓ સામે કાર્યવાહી કરી સીલ કરી હતી

ફૂડ વિભાગે ગોળનો વેપાર કરતી બંને પેઢીઓ સામે કાર્યવાહી કરી સીલ કરી હતી
મહેસાણામાં શુદ્ધ દેશી ગોળના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા ગોળના નમૂનાઓના પરીક્ષણમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. લોકપ્રિય ગણાતી ‘રસમલાઈ’ અને ‘પોપટ છાપ’ બ્રાન્ડના ગોળના 6 નમૂના લેબોરેટરી ટેસ્ટમાં નિષ્ફળ સાબિત થયા છે.
ફૂડ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે, સામાન્ય કાળા કે બ્રાઉન દેખાતા દેશી ગોળને વધુ સફેદ બનાવવા માટે ઉત્પાદકો દ્વારા પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો બેફામ ઉપયોગ કરવામાં આવતો હતો. આ કેમિકલયુક્ત કલર માનવ શરીર માટે અત્યંત ઘાતક છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવા કલરવાળો ગોળ ખાવાથી લીવર અને કિડની પર ગંભીર અસર થઈ શકે છે. લાંબા ગાળે કેન્સર જેવી બીમારીઓનું જોખમ પણ રહે છે.
આ કાર્યવાહી લગભગ બે મહિના પહેલા શરૂ થઈ હતી જ્યારે ફૂડ સેફ્ટી અધિકારીઓએ માલ ગોડાઉન અને દેદિયાસણ GIDCમાં દરોડા પાડ્યા હતા. હરિકૃષ્ણ માર્કેટિંગ અને પટેલ સતીષકુમાર મોહનલાલની પેઢીમાં દરોડા પાડી ગોળના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
જે પરીક્ષણ માટે ફૂડ વિભાગની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તાજેતરમાં લોકપ્રિય બ્રાન્ડના 6 નમૂના સલામતી ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા હતા. પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે ઉત્પાદનના દેખાવમાં ફેરફાર કરવા માટે પ્રતિબંધિત કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો:
ફૂડ વિભાગે કડક વલણ અપનાવતા હરિક્રિષ્ણા માર્કેટિંગ અને પટેલ સતીશકુમાર મોહનલાલ નામની પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ વિભાગની કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે વધુ પડતા ચમકતા કે સફેદ ગોળ ખરીદતા પહેલા તેની શુદ્ધતાની ચકાસણી કરી લેજો.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.