બાવળા-બગોદરા હાઇવે ચીસોથી ગૂંજી ઉઠ્યો, 4 વાહનમાં ભીષણ આગ
ટ્રક ત્રણ આઇસર ટેમ્પા સાથે ધડાકાભેર અથડાયા બાદ વિકરાળ આગ ફાટી નિકળી, 2ના મોત

બાવળા-બગોદરા હાઇવે ચીસોથી ગૂંજી ઉઠ્યો, 4 વાહનમાં ભીષણ આગ

બાવળા-બગોદરા હાઇવે ચીસોથી ગૂંજી ઉઠ્યો, 4 વાહનમાં ભીષણ આગ
જયપુરમાં હાઇવે પર અકસ્માત બાદ લાગેલી આગની ઘટના જેવી જ ઘટના ગુજરાતમાં બની છે.અમદાવાદ પાસે બાવળા બગોદરા હાઇવે પ મધરાતે રોંગ સાઇડ પર આવેલા ટ્રકે ત્રણ વાહનોને અડફટમાં લેતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.અક્માત બાદ વિકરાળ આગ ફાટી નિકળી હતી જેમાં વ્યક્તિના મોત થયા હતા. આગમાં ત્રણ આઇસર ટેમ્પો બળીને ખાખ થઇ ગય હતા.
બાવળો બગોદરા હાઇવે પર બુધવારે રાત્રે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતની મળેલી માહિતી મુજબ રોંગ સાઇડ પર આવેલો ટ્રક ત્રણ આઇસર ટેમ્પા સાથે ધડાકાભેર અથડાયો હતો અને ટ્રકમાં કાપડનો જથ્થો હોવાથી પળવારમાં આગ ફાટી નિકળી હતી. કાપડના કારણે આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું.
અકસ્માત સમયે 2 વ્યક્તિ વાહનમાં જ ફસાઇ જતાં તેમા મોત થયા હતા. બનાવના પગલે રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો અને મુસાફરોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકોની ચીસોથી હાઇવે ગૂંજી ઉઠ્યો હતો.
ટ્રક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબ ગુમાવી દેતા ટ્રક ડિવાઇડર કુદીને સામે તરફથી આવી રહેલા ચોખા ભરેલા બે આઇસર ટેમ્પા સાથે અથડાય હતો. ચારેય વાહનોમાં આગ લાગતા તત્કાળ ફાયર બ્રિગેડ અને પોલીસને તથા 108 એમ્બ્યુલન્સને જાણ કાઇ હતી. ફાયરબ્રિગેડે ભારે જહેત ઉઠાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
અક્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિકજામ થયો હતો. ઘાયલોને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક આયસર ટેમ્પોમા સીએનજી હોવાથી આગ લાગી હોવાનું જાણવા મળે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.