ભાવનગરમાં બેન્ક કર્મચારીઓની જુદી જુદી માંગણી ને લઈને હડતાળ કરવાં આવશે. આજે બેન્ક હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાતના બેન્ક વર્કર્સ યુનિયનના જોઈન્ટ સેક્રેટરી જયેશ ઓઝાના જણાવ્યા પ્રમાણે કર્મચારીને એનપીએસથી ઓપીએસમાં જવાનો વિકલ્પ આપવો, રાષ્ટ્રીયકૃત બેંકોને મજબુત કરવા, પર્યાપ્ત જગ્યા હોય તે પ્રમાણમાં ભરતી કરવી, બેન્કોનું ખાનગીકરણ અટકાવવા સહિતની અનેક માંગણીઓનો સમાવેશ થાય છે. લેબર કોડ સામે પણ વિરોધ કરીશું, આ બધી માંગણીને લઈને હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાળમાં સ્ટેટ બેન્કના ઓફ ઈન્ડિયાના કર્મચારી સિવાય રાષ્ટ્રીયકૃત બેન્કોના જ કર્મચારી જોડાશે. જે કર્મચારીને છેલ્લા 10 મહિના બાકી હોય તે કર્મચારીને હડતાળમાં જોડાવવાથી પેન્શનમાં કોઈ નુકસાન થતું નથી. તે કર્મચારીઓ પણ હડતાળમાં જોડાશે.
તમામ શાખાના પ્રતિનિધિઓએ હડતાળ અંગેનો રિપોર્ટ યુનિયન ઓફિસે કરવાનો રહેશે.ભાવનગરમાં આજે સવારે 10 વાગ્યે મોતીબાગ ટાઉનહોલ ખાતે સંયુક્ત ટ્રેડ યુનિયનની રેલી નીકળશે.રૂપમ ચોક સુધી જશે. આ હડતાળના કારણે ભાવનગરમાં 250 કરોડનું ક્લીયરીંગ ખોરવાશે.