Banaskantha : ડીસાની પાંજરાપોળમાં 36 ગાયોના કરુણ મોતથી ચકચાર...
પ્રાથમિક તપાસમાં લીલો ઘાસચારો ખાધા બાદ ગાયોના મોત થયા હોવાનું સામે આવ્યું...

લીલો ઘાસચારો બન્યો કાળ!

લીલો ઘાસચારો બન્યો કાળ!
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ડીસા તાલુકાના બળોધર ગામમાં આવેલી ભીલડીયાજી પાંજરાપોળમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પછી એક એમ કુલ 36 ગાયોના મોત થતાં સમગ્ર પંથકમાં અને ગૌપ્રેમીઓમાં તીવ્ર ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં લીલો ઘાસચારો ખાધા બાદ ગાયોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
ગરમી અને ઘાસચારામાં આથો : મોતનું કારણ?
પ્રાથમિક અહેવાલો અને પશુધન નિરીક્ષક તબીબોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, ઉગ્ર ગરમીને કારણે લીલા ઘાસચારામાં બફારો (આથો) થઈ ગયો હતો. આ બફારાવાળો ઘાસચારો ખાવાથી ગાયોના મોત થયાનું તારણ સામે આવ્યું છે. આટલા ઓછા સમયમાં 36 ગાયોના મોત થતાં પાંજરાપોળના સંચાલકો પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
તાત્કાલિક સારવાર અને આગળની તપાસ...
મૃત્યુ પામેલી ગાયો ઉપરાંત, અન્ય 15 ગાયોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે. આ ઘટનાથી પાંજરાપોળની વ્યવસ્થાપન અને ઘાસચારાની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે. તંત્ર દ્વારા આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જરૂરી પગલાં લેવાય તેવી માંગણી ઉઠી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?