બનાસકાંઠા: ભાઈએ સગા ભાઈની કરી ઘાતકી હત્યા
ભાટવર ગામમાં લોહિયાળ બનાવ બન્યો, હત્યાનું રહસ્ય અકબંધ, હત્યારો ભાઈ ફરાર.

બનાસકાંઠા: ભાઈએ સગા ભાઈની કરી ઘાતકી હત્યા

બનાસકાંઠા: ભાઈએ સગા ભાઈની કરી ઘાતકી હત્યા
બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નાના ભાઈએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને પોતાના મોટા ભાઈની કરપીણ હત્યા કરી નાખી છે. વાવ તાલુકાના ભાટવર ગામે મોડી રાત્રે બનેલા આ બનાવથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હત્યાનું કારણ અકબંધ
મળતી માહિતી મુજબ, મૃતક મોટા ભાઈનું નામ વિક્રમ પ્રજાપતિ છે, જ્યારે હત્યારા નાના ભાઈનું નામ અમરત પ્રજાપતિ છે. હત્યા કર્યા બાદ આરોપી અમરત તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસની ટીમ હાલમાં હત્યારા ભાઈને શોધવા માટે કામે લાગી છે.
જોકે, આ ભાઈબંધીમાં ખૂની ખેલ ખેલાવવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, જેના કારણે રહસ્ય અકબંધ છે.
પોલીસ અને પરિજનોના પ્રાથમિક અનુમાન મુજબ, આ હત્યા બે ભાઈઓ વચ્ચેના મનદુઃખ અથવા જમીન-મિલકતના વિવાદને કારણે થઈ હોઈ શકે છે. મૃતકના પરિજનો પણ હાલમાં હત્યાના કારણ અંગે સ્પષ્ટતા કરવા તૈયાર નથી, જેનાથી મામલો વધુ ગૂંચવાયો છે. પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે વાવ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. PM રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.
પોલીસની તપાસ તેજ
વાવ પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધ્યો છે અને હત્યા પાછળનું સાચું કારણ જાણવા તથા ફરાર આરોપી અમરત પ્રજાપતિને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કરુણ ઘટનાએ સગા સંબંધોની મર્યાદા પર સવાલ ઊભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!