હવે એસ.ટી બસમાં ગંદકી જોવા નહી મળે, વાંચો કેમ
સ્લીપર, એક્સપ્રેસ, વોલ્વો અને મીની બસો સહિત તમામ પ્રકારની બસો રહેશે સ્વચ્છ

સ્લીપર, એક્સપ્રેસ, વોલ્વો અને મીની બસો સહિત તમામ પ્રકારની બસો રહેશે સ્વચ્છ

સ્લીપર, એક્સપ્રેસ, વોલ્વો અને મીની બસો સહિત તમામ પ્રકારની બસો રહેશે સ્વચ્છ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા બસ સેવાઓની ગુણવત્તા સાથે સાથે હવે બસોની સ્વચ્છતા પર પણ વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. નિગમ દ્વારા રાજ્યના કુલ 33 ડેપોમાં "ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન" કાર્યરત કરવામાં આવ્યા છે, જેનાથી સ્લીપર, એક્સપ્રેસ, વોલ્વો અને મીની બસો સહિત તમામ પ્રકારની બસોની અંદર અને બહારથી સફાઇ કરીને સ્વચ્છતા જાળવવામાં આવી રહી છે.
આ મશીનો દ્વારા બસની સાફસફાઈ પ્રક્રિયા વધુ ઝડપી, અસરકારક અને કાર્યક્ષમ બની છે. નિગમના અધિકારીઓ મુજબ, બસોને નિયમિત રીતે સફાઈમાં રાખવાથી મુસાફરોને વધુ આરામદાયક અને હાઈજીનિક પ્રવાસ અનુભવ મળે છે, સાથે સાથે વાહનોની લાઈફ પણ લાંબી બને છે.
હાલ જે ડેપોમાં ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત છે તેમાં ગાંધીનગર, અમદાવાદ, સાણંદ, આણંદ, કપડવંજ, નડિયાદ, બોરસદ, ડાકોર, ખંભાત, રાજકોટ, ગોંડલ, મોરબી, થરાદ, ડીસા, પાટણ, મહેસાણા, કડી, કલોલ, ભુજ, દ્વારકા, ભવનગર, પાલીતાણા, બોટાદ સહિતના શહેરોનો સમાવેશ થાય છે.
નિગમ દ્વારા આગામી સમયમાં વધુ 40 ડેપોમાં આ મશીનો સ્થાપિત કરવાનું આયોજન છે, જેમાં ખંભાળિયા, વલસાડ, હિંમતનગર, ગોધરા, વડોદરા (પાણીગેટ), દાહોદ, ઉઘના સહિતના ડેપો ટૂંક સમયમાં મશીનથી સજ્જ થવાના છે. આ ઉપરાંત અમરેલી, ઉના, ભરૂચ, ભિલોડા, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી અને વાપી સહિતના અનેક ડેપો પણ આવરી લેવામાં આવ્યા છે.
એસ.ટી. નિગમનો હેતુ બસ સેવામાં સુધારાની સાથે જાહેર પરિવહન સેવાઓને વધુ વિશ્વસનીય અને સલામત બનાવવાનો છે. બસની હાઈજિન જાળવી રાખવાથી માત્ર મુસાફરોનો અનુભવ ઉત્તમ બને છે એજ નહીં, પરંતુ સરકારના સ્વચ્છતા અભિયાનને પણ ધક્કો મળે છે.
આ પણ વાંચો--- Ahmedabad માં બેફામ ફરે છે યમદૂત! 18 વર્ષના યુવકની બેફામ ડ્રાઈવિંગથી બ્લાસ્ટ અને પછી...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દ્વારકાનાં દર્શન બાદ દીકરીને મળવા જઈ રહ્યો હતો સોની પરિવાર… પરંતુ રસ્તામાં જ ખુશી માતમમાં ફેરવાઈ! પાટણના ગોચનાદ નજીક સ્વિફ્ટ કાર અને ટ્રકની ટક્કરમાં માતા-પુત્રનાં મોત

દિવાળી પહેલાં જ અમદાવાદમાં મોંઘવારીનો મોટો ઝટકો! અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો વધારો થતાં ભાવ ₹98.47એ પહોંચ્યો હોવાના અહેવાલ છે.

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…