અમદાવાદના રાણીપમાં દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર હુમલો, બે મહિલા સહિત પાંચ સામે ફરિયાદ
પોલીસે ગુનો દાખલ કરી હાથ ધરી તપાસ

દબાણ દૂર કરવા ગયેલી પોલીસ અને મનપાની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો

દબાણ દૂર કરવા ગયેલી પોલીસ અને મનપાની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો
ગુજરાતમાં હાલ રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં જુહાપુરા, જમાલપુર બાદ શનિવારે (18 જાન્યુઆરી) એ.એમ.સીની ટીમ અને ગુજરાત પોલીસ રાણીપ વિસ્તારમાં દબાણ દૂર કરવા પહોંચી હતી. જોકે, ત્યાં દબાણ દૂર કરવા ગયેલી પોલીસ અને મનપાની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
અમદાવાદના રાણીપમાં રવિવારે (18 જાન્યુઆરી) રામજીભાઈ ખાડિયાની ચાલીમાં એ.એમ.સી અને પોલીસની ટીમ દબાણ દૂર કરવા પહોંચી હતી. જ્યાં દબાણ દૂર કરવા ગયેલી પોલીસ અને મનપાની ટીમ પર સ્થાનિક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દબાણ દૂર ન કરવા દેવાના પ્રયાસ રૂપે સ્થાનિકો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ સિવાય પી.એસ.આઈનો કોલર પકડી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ અન્ય પરિવારજનોએ આત્મહત્યાની પણ ધમકી આપી હતી.
સમગ્ર મામલે એ.એમ.સીના ટીડીઓ ઇન્સ્પેક્ટર કેતન પ્રજાપતિ દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં એ.એમ.સી ટીમની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવી તેમજ હુમલો કરવાના મામલે બે મહિલા સહિત કિરણ ઠાકોર, આશિષ ઠાકોર, કાંતિજી ઠાકોર એમ કુલ પાંચ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ, સમગ્ર મામલો થાળે પડી ગયો છે અને તંત્ર દ્વારા ફરી દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.