ભાવનગરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી
ભાવનગરના આનંદનગરમાં ત્રણ માળનું જર્જરીત મકાન ધરાશાયી, એક યુવાનનું મોત

જર્જરીત મકાન ધરાશાયી

જર્જરીત મકાન ધરાશાયી
ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં છેલ્લા બસ સ્ટેન્ડ નજીક ગુજરાત હાઉસીંગ બોર્ડનું ત્રણ માળનું જર્જરીત મકાન ગઈ મોડી રાત્રે 10:45 વાગ્યે ધડાકા સાથે તૂટી પડ્યું. આ ઘટનામાં 19 વર્ષીય યુવાન કરણનું મોત થયું છે, જ્યારે સવજીભાઈ બારૈયા અને વસંતબેનને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાનો અવાજ એટલો પ્રચંડ હતો કે આજુબાજુના લોકો ગભરાટમાં ઘરની બહાર દોડી આવ્યા હતા.
ઘટનાની વિગતોઆનંદનગરમાં આવેલું આ મકાન ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતનો ભાગ હતું અને લાંબા સમયથી જર્જરીત હાલતમાં હતું. રાત્રે થયેલા આ દુર્ઘટનામાં ધૂળની ડમરી ઊડી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભૂકંપની ભીતિ સર્જાઈ હતી. ઘટના બાદ ફાયર બ્રિગેડ અને ત્રણ જેસીબીનો કાફલો કાટમાળ હટાવવા માટે લાગી ગયો હતો.
સ્થાનિક રહેવાસી રમેશભાઈ બારૈયાએ જણાવ્યું, “હું રિક્ષા ચલાવું છું. રાત્રે ઘરે ખુરશી પર બેઠો હતો ત્યારે અચાનક ધડાકો થયો. બારી નજીક દોડ્યો અને ઉપરથી કાટમાળ પડતો લાગતાં બારીમાંથી કૂદી ગયો, છતાં મને ઈજા થઈ. મારી પત્ની આઘાતને કારણે બેભાન થઈ ગઈ અને હજી કોમામાં છે.”
બચાવ કાર્ય અને દુ:ખદ અંજામઘટના બાદ સ્થાનિક લોકોએ “બચાવો, બચાવો”ની બૂમો સાંભળીને ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો. એક રહેવાસીએ જણાવ્યું, “અમે દોડીને ગયા ત્યારે લાકડામાં સવજીભાઈનો પગ ફસાયેલો હતો. અમે લાકડું કાપીને તેમને બહાર કાઢ્યા.”
કાટમાળમાં ફસાયેલા કરણ સાથે મોબાઈલ પર 18 મિનિટ સુધી સંપર્ક રહ્યો, પરંતુ પછી અચાનક સંપર્ક તૂટી ગયો. રાત્રે 1:50 વાગ્યે તેને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો, પરંતુ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો. કરણના પરિવારની મહિલાઓનું આક્રંદ ઘટનાસ્થળે હાજર લોકોની આંખો ભીની કરી ગયું.
કરણની બહેન કિરણબેન બારૈયાએ રડતાં-રડતાં કહ્યું, “કરણે મને વેફરના બે પડીકા લાવવા કહ્યું હતું. હું દૂધ લેવા ગઈ હતી, પણ મકાન તૂટી પડ્યું. હવે આ વેફર કોને આપું?”
સ્થાનિક લોકોનો રોષઘટના બાદ સ્થાનિક લોકોએ તંત્રની ધીમી કામગીરી અને બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો. લોકોએ આક્ષેપ કર્યો કે જેસીબી પણ તંત્ર દ્વારા નહીં, પરંતુ સ્થાનિક લોકો દ્વારા મંગાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડનું મોડું આગમન અને ટાંચા સાધનોનો ઉપયોગ પણ લોકોના આક્રોશનું કારણ બન્યું. એક રહેવાસીએ કહ્યું, “આ દુર્ઘટના નથી, પરંતુ હાઉસીંગ બોર્ડની માનવ હત્યા છે.”
જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલે જણાવ્યું, “લોકોના આક્ષેપોની તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે પગલાં લેવામાં આવશે.”
જર્જરીત મકાનોનો વિવાદભાવનગરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના 1177 જર્જરીત મકાનોનો મુદ્દો વર્ષોથી ચર્ચામાં છે. ભાવનગર કોર્પોરેશન અને હાઉસીંગ બોર્ડ વચ્ચે આ મકાનોને ભયમુક્ત કરવાની જવાબદારી અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ વર્ષે કોર્પોરેશને 11 વસાહતોના 81 બ્લોકના 1177 મકાનોને નોટિસો આપી હતી, પરંતુ જવાબદારીનો વિવાદ હજી યથાવત છે. આ બેદરકારીના કારણે આજે આનંદનગરમાં આ દુર્ઘટના ઘટી, જેમાં એક યુવાનનો જીવ ગયો અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા.
આ ઘટનાએ ફરી એકવાર જર્જરીત મકાનોના મુદ્દે તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!