અમદાવાદ સિવિલમાં આસારામની તબીબી તપાસ શરૂ
સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવેલા આસારામને જોવા માટે સમર્થકો ઉમટ્યા
આશારામ
આશારામ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને તબીબી તપાસ માટે લાવવામાં આવતા પરિસ્થિતિ તંગ બની હતી. તેમને સવારે 10:45 વાગ્યે પોલીસ સુરક્ષા હેઠળ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબીબી તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ દરમિયાન, તેમની ખાનગી સુરક્ષા અને સમર્થકોએ હોસ્પિટલમાં ભારે ભીડ કરી હતી. આસારામને પહેલા 13 નંબરની OPDમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ECG અને ECO કરવામાં આવ્યા. ત્યારબાદ તેમને ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.
આસારામ અગાઉ ઈન્દોરની જ્યુપિટર હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા. ગુજરાત અને રાજસ્થાન હાઇકોર્ટે તેમના આરોગ્ય અને ઉંમરને ધ્યાનમાં રાખીને તેમના વચગાળાના જામીન લંબાવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે 21 ઓગસ્ટ સુધી જ્યારે રાજસ્થાન હાઇકોર્ટે 29 ઓગસ્ટ સુધી જામીન લંબાવ્યા છે.
કોર્ટમાં રજૂ થયેલા મેડિકલ રિપોર્ટ મુજબ, આસારામનું 'ટ્રોપોનિન લેવલ' ઘણું ઊંચું છે, જે હૃદય માટે ચિંતાજનક છે. આ રિપોર્ટના આધારે, રાજસ્થાન હાઇકોર્ટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોની પેનલ દ્વારા તેમની સંપૂર્ણ તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો, જેમાં 2 કાર્ડિયોલોજિસ્ટનો પણ સમાવેશ થાય છે. આ પેનલ તેમના હૃદય સંબંધિત સમસ્યાઓની ખાસ તપાસ કરીને કોર્ટમાં રિપોર્ટ સુપરત કરશે.
આસારામ પર સુરતની 2 બહેનોએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. એક બહેને નારાયણ સાઈ સામે અને બીજી મોટી બહેને આસારામ સામે 2013માં ફરિયાદ નોંધાવી હતી. આસારામ સામે ગાંધીનગર કોર્ટમાં કેસ ચાલ્યો હતો, જેમાં 2023માં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે, 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા તેમનું શારીરિક શોષણ થયું હતું.
આ ઉપરાંત, જોધપુરમાં પણ સગીર બાળકી પર બળાત્કારનો કેસ નોંધાયો હતો, જેમાં 2013માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આસારામ અને તેમના પરિવારના કાળા કરતૂતો 2013માં સામે આવ્યા બાદ અનેક વિવાદો સર્જાયા છે, જેમાં તેમની પત્ની અને પુત્રી પણ આરોપી છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.