ગુજરાતના ડાયરાના 2 કલાકારો વચ્ચે ફરી વિવાદ
રાજ્યના બે જાણીતા ડાયરાના કલાકારો દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે ભુતકાળમાં સમાધાન થયા બાદ હવે ફરી વિવાદ વધ્યો છે.

ગુજરાતના ડાયરાના 2 કલાકારો વચ્ચે ફરી વિવાદ

ગુજરાતના ડાયરાના 2 કલાકારો વચ્ચે ફરી વિવાદ
ગુજરાતના ડાયરાના કલાકારો વચ્ચે વિવાદ થયો છે. રાજ્યના બે જાણીતા ડાયરાના કલાકારો દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે ભુતકાળમાં સમાધાન થયા બાદ હવે ફરી વિવાદ વધ્યો છે.
તાજેતરમાં બ્રિજરાજદાન ગઢવીએ એક ડાયરામાં દેવાયત ખવડનું નામ લીધા વગર કટાક્ષ કર્યો હતો કે સાગર હમણાં કહેતો હતો કે 2025થી હવે શાંતિ છે અને હવે વાંધો નહીં આવે. બ્રિજરાજદાન ગઢવીનો આ કટાક્ષ દેવાયત ખવડ પર લેવામાં આવ્યો હતો કે દેવાયત ખવડે 2022માં કહ્યું હતું કે 2025થી હું સિલેક્ટેડ જ ડાયરા કરીશ. તેની સામે દેવાયત ખવડે ડાયરામાં જ બ્રિજરાજદાનને જવાબ આપ્યો હતો કે ડાયલોગબાજીના કરો..સામે આવો..પહેલા માતાજીના મંદિરમાં ઉભો હતો એટલે માફી માગી હતી પણ હવે જો કોઇ માફી મંગાવી દે તો ડાયરા મુકી દઉં
આ સિવાય દેવાયત ખવડે ઉમેર્યું કે, 'ઘણાં મને કહે છે કે, મૌન રહેવું. ત્યારે હું કહું છું કે, મૌન રહીને ડાયરા મૂકવા કરતાં મને લડીને ડાયરા મૂકવા દો. હવે હું વટથી કહું છું કે, શ્વાસ ચાલે ત્યાં સુધી લડવું છે. પહેલાં એવું હતું કે, સિલેક્ટેડ ડાયરા કરવા છે. પણ આમને એવું લાગ્યું કે, મેદાન ખાલી છે તો દેવાયત એમ થોડી ચોકા-છક્કા મારવા દે યાર.'
ઉલ્લેખનિય છે કે બ્રિજરાજદાન અને દેવાયત ખવડ વચ્ચે ભુતકાળમાં પણ વિવાદ થયો હતો અને ત્યારબાદ બંને લોક કલાકારો વચ્ચે સમાજ દ્વારા મઢડા સોનબાઇ મંદિર ખાતે સમાધાન કરાયુ હતું. બંનેએ સમાધાનમાં પોતાનું દુખ પુરુ થયું હોવાનું જણાવ્યું હતું પણ 2025ના પ્રારંભમાં જ બંને કલાકારો વચ્ચે ફરી વિવાદ થયો છે.
સોશિયલ મીડિયામાં બંને કલાકારોના ડાયરાના વીડિયો વાયરલ થયા છે જેમાં બંને એક બીજાને જવાબ આપતા જોવા મળે છે. આ સાથે બીજો એક વિવાદ પણ સર્જાયો છે જેમાં ડાયરામાં મંચ પર જઇને એક કલાકારે અન્ય કલાકારને કાનમાં કંઇ કીધું હતું અને ત્યારબાદ મંચ પર રહેલા કલાકારે આરોપો પણ લગાવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.