ગુજરાત યુનિવર્સિટીમાં ફરી પેપર લીક જેવો મોટો છબરડો
MMCJની ત્રીજા સેમે.ની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે પૂછી લીધું

ગુજરાત યુનિવર્સિટી

ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટીમાં સોમવારે MMCJ (માસ્ટર ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ) ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન મોટી ભૂલ થઈ છે. 25 નવેમ્બરે (મંગળવારે) લેવાનું હતું તે ‘મીડિયા રિસર્ચ’નું પેપર 24 નવેમ્બરે (સોમવારે) જ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું. આ ઘટનાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે અને NSUI સહિત અનેક વિદ્યાર્થી સંગઠનોએ યુનિવર્સિટી સંચાલન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
શું બન્યું?NSUIના ગુજરાત યુનિવર્સિટી પ્રમુખ ધવલ પટેલે જણાવ્યું કે, “આ ગુજરાત યુનિવર્સિટીનો નહીં, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતો છેતરપિંડી છે. થોડા દિવસ પહેલાં GTUમાં કોપી-પેસ્ટ પેપર આવ્યું હતું, હવે GUમાં આવતીકાલનું પેપર આજે આપી દીધું. પરીક્ષા નિયામકની જવાબદારી છે કે પેપર સેટ થયા છે કે નહીં તે ચેક કરે, પરંતુ તેઓ નાસ્તો કરવામાં વ્યસ્ત હતા. જો ત્રણ દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો NSUI ઉગ્ર આંદોલન કરશે.”
વિદ્યાર્થીઓનો રોષઆ ઘટના અંગે હજુ સુધી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે પરીક્ષા વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ આ મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?