દુકાનદારોની હડતાળ વચ્ચે એલાન: રાશન વિતરણ શરૂ!
₹30,000 માસિક કમિશનની માંગણી નીતિ વિષયક, સરકારની લાભાર્થીઓને રાહત- 1 નવેમ્બરથી વિતરણ શરૂ

કાનદારોની હડતાળ વચ્ચે એલાન: રાશન વિતરણ શરૂ!

કાનદારોની હડતાળ વચ્ચે એલાન: રાશન વિતરણ શરૂ!
ગુજરાતમાં વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોની હડતાળના પડઘા વચ્ચે રાજ્ય સરકારે રેશન કાર્ડ લાભાર્થીઓ માટે એક મોટી અને રાહત આપનારી જાહેરાત કરી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે અંત્યોદય (AAY) અને NFSA (National Food Security Act) હેઠળ નોંધાયેલા લાભાર્થીઓ આવશ્યક ચીજવસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે 1 નવેમ્બર, 2025થી રાશનનું વિતરણ શરૂ કરવામાં આવશે.
કમિશનના વિવાદમાં ₹20,000નો વધારો
વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા દર મહિને ન્યૂનતમ ₹30,000 કમિશનની માંગણી કરવામાં આવી છે, જે નીતિ વિષયક હોવાથી સરકારની વિચારણા હેઠળ છે. જોકે, સરકારે આ દુકાનદારોની પોષણક્ષમતા જળવાઈ રહે તે માટે કમિશન ઉપરાંત તફાવતની ઘટતી રકમ તરીકે દર મહિને ₹20,000 નિયમિતપણે તેમના બેંક ખાતામાં જમા કરવાનો નિર્ણય લીધો છે.
સરકારના અન્ન નાગરિક પુરવઠા કચેરી દ્વારા જણાવાયું છે કે આ ₹20,000ની રકમનો સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે, અને સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ આટલું મિનિમમ કમિશન દુકાનદારોને ચૂકવવામાં આવે છે. સપ્ટેમ્બર-2025 સુધીના તમામ કમિશનની ચુકવણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.
ગરીબોને નિયમિત લાભ મળશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલ સરકારના માર્ગદર્શન હેઠળ, રાજ્ય સરકારે નવેમ્બર-2025 માસ માટે 75 લાખથી વધુ પરિવારો (3.25 કરોડ જેટલી જનસંખ્યા)ને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરી દીધી છે.
લાભાર્થીઓને ઘઉં અને ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત, તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠા જેવી ચીજવસ્તુઓનું પણ રાહત દરે નિયમિત વિતરણ કરવામાં આવે છે. રાજ્ય સરકારે જન્માષ્ટમી અને દિવાળી દરમિયાન સીંગતેલ અને વધારાની ખાંડનું રાહતદરે વિતરણ પણ કર્યું હતું, જે સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ થાય છે.
ડોર સ્ટેપ ડિલિવરીમાં બાયોમેટ્રિક વેરિફિકેશન
સરકારે વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ મળેલી સફળતા પર ભાર મૂક્યો છે, જેનાથી 1 કરોડથી વધુ લાભાર્થીઓએ રાજ્ય કે દેશમાં ક્યાંય પણ અનાજનો લાભ લીધો છે.સાથે જ, ડોર સ્ટેપ ડિલિવરી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે, ગ્રામ્ય/શહેરી તકેદારી સમિતિના સભ્યોનું બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
31 ડિસેમ્બર, 2025 સુધી ઓછામાં ઓછા 50% સભ્યોનું બાયોમેટ્રિક/OTP આધારિત વેરિફિકેશન ડોર સ્ટેપ ડિલિવરી સમયે લેવાનું રહેશે. સરકારે દુકાનદારોને વિનંતી કરી છે કે તેમના પ્રશ્નો વિચારણા હેઠળ હોવાથી અનાજના વિતરણથી અળગા રહીને ગરીબ લાભાર્થીઓને વંચિત રાખવાનું યોગ્ય નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!