અંજાર: મહિલા ASIની પ્રેમી CRPF જવાને હત્યા કરી
દિલીપ ડાંગચીયા CRPF જવાન તરીકે મણિપુરમાં ફરજ બજાવે છે

ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના હતા

ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના હતા
અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અરુણાબેન નટુભાઈ જાદવની શુક્રવારે મોડી રાત્રે પ્રેમી દ્વારા ગળું દબાવી હત્યા કરવામાં આવતા સમગ્ર મામલાને લઈને ખળભળાટ મચી છે. પારિવારિક ઝઘડાના કારણે નજીવી બાબતે માથાકૂટ થતા પ્રમીએ આવેશમાં આવતા ગળું દબાવી દીધું હતું. તે સમયે પોલીસ સમક્ષ હાજર થયો હતો. આરોપી દિલીપ ડાંગચીયા CRPF જવાન તરીકે મણિપુરમાં ફરજ બજાવે છે. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસ પંથકમાં ચકચાર મચી ગયો છે.
વધુ માહિતી અનુસાર, અરુણાબેન જાદવએ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડા ગામના વતની હતા. અરુણાબેન નટુભાઈ જાદવ અંજારના ગંગોત્રી સોસાયટી-2 માં રહેતા હતા. શુક્રવારે મોડી રાત્રે અરુણાબેન અને તેમના પ્રેમી દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈ કારણોને લઈને ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડામાં દિલીપને વધારે ગુસ્સો આવી જતા અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
હત્યા કર્યા બાદ દિલીપ ડાંગચીયા પોતે અંજાર પોલીસ મથકે હાજર થયો હતો. ત્યાર બાદ ગુનાની કબુલાત કરી હતી. પોલીસ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. સુત્રો અનુસાર ASI અરુણાબેન અને દિલીપ લાંબા સમયથી પ્રેમસંબંધમાં હતા. ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના હતા. અંજાર પોલીસે જણાવ્યા અનુસાર આ ઘટના અંગેની વધુ વિગતો ટૂંક સમયમાં બહાર આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!