ગુજરાત કર્મચારી મહામંડળના ઉપપ્રમુખની બદલીથી રોષ
IAS અધિકારી નીતિન સાંગવાનની કાર્યરીતિ સામે ગુજરાત કર્મચારી મહામંડળનો રોષ

AI જનરેટેડ

AI જનરેટેડ
ગાંધીનગર સ્થિત રોજગાર અને તાલીમ નિયામકની કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે, વલસાડ કલેક્ટર તરીકે બદલી થતા પહેલા તત્કાલિન આઈએએસ અધિકારી નીતિન સાંગવાને કેટલાક કર્મચારીઓ સામે રાગદ્વેષ રાખીને બદલી અને સજાના આદેશો કર્યા છે. આ મામલે કર્મચારી સંગઠનોએ નારાજગી વ્યક્ત કરીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ જી.બી. પટેલની બદલી રદ નહી કરવામાં આવે તો આંદોલન કરવાન કર્મચારી મહામંડળે ચીમકી ઉચ્ચારી છે.
કર્મચારીઓના જણાવ્યા મુજબ, રોજગાર અને તાલીમ કર્મચારી મંડળના પ્રમુખ તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ જી.બી. પટેલ સહિત કેટલાક કર્મચારીઓ અને મહિલા કર્મચારીઓ સામે સ્પષ્ટ કારણ વિના કાર્યવાહી કરવામાં આવી હતી. આ નિર્ણયોને લઈને વિભાગમાં આંતરિક વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનું કહેવાય છે.
કચેરીના વાતાવરણ અંગે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કેટલાક કર્મચારીઓએ જણાવ્યું કે, બદલી થયેલા અધિકારી દ્વારા અપમાનજનક અને કડક ભાષાનો ઉપયોગ થતો હોવાથી સમગ્ર સ્ટાફમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વારંવાર નોટિસ, સસ્પેન્શનની ધમકીઓ અને દૂરના વિસ્તારોમાં બદલી કરવાની ચેતવણીના કારણે કર્મચારીઓ માનસિક દબાણ અનુભવી રહ્યા હોવાના આક્ષેપો કર્યા છે.

કર્મચારીઓએ એવો પણ દાવો કર્યો છે કે, તાલીમના મૂળ વિષયોથી અલગ દૈનિક અંગ્રેજી શબ્દો યાદ રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું. જો કર્મચારીઓને તે શબ્દો યાદ ન રહે તો તેમની સામે બદલી અથવા શિસ્તભંગની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવતી હતી. કર્મચારીઓનું કહેવું છે કે, આવી પ્રક્રિયાનો તાલીમના સિલેબસ સાથે કોઈ સંબંધ નથી.

રોજગાર અને તાલીમ વિભાગના કેટલાક સિનિયર અધિકારીઓ સામે પણ IAS નીતિન સાંગવાને મનસ્વી વર્તન અને માનસિક ત્રાસ આપ્યો હોવાના આક્ષેપો કર્યા છે. સમગ્ર વિવાદ મામલે રોજગાર અને તાલીમ કર્મચારી મંડળના 8 હજાર કર્મચારીઓ તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંલગ્ન 120 મંડળોના કર્મચારી સંગઠનો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક બદલી રદ કરવાની માગણી કરવામાં આવી છે. ગુંજન બી. પટેલની બદલી રદ નહી કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તમામ સંગઠનોએ ચીમકી ઉચ્ચારતાં ગાંધીનગર સચિવાલયમાં મામલો વધુ ગરમાય તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?