આંગણવાડી બહેનોએ માંડ્યો સરકાર સામે મોરચો
આંગણવાડી બહેનો 4 ઓગસ્ટે ગાંધીનગરમાં આંદોલન કરશે

ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભાનું આયોજન

ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભાનું આયોજન
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં આંગણવાડી બહેનો દ્વારા સરકાર સમક્ષ અનેક પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવી છે, પરંતુ સરકાર સમક્ષ અનેકોવાર રજુઆત કરવા છતાં પ્રશ્નોનું સમાધાન ન થતા બધી બહેનોએ ગાંધીનગર ખાતે આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના અર્થે આંગણવાડી બહેનો ગાંધીનગર ખાતે આંદોલન કરીને પડઘાથી ગુંજી ઉઠશે.સરકાર દ્વારા ચલાવવામાં આવતી આંગણવાડી કર્મચારી મહાસંઘ આગામી 4 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવશે.
આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા જાહેર કરેલી નોટિસ મુજબ 4 ઓગસ્ટના રોજ બપોરના 12 થી 4 વાગ્યાની આસપાસ ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિર્ણય 13 જુલાઈના રોજ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશની કાર્ય સમિતિની ચર્ચા બાદ લેવામાં આવ્યું હતું.
આંગણવાડી કર્મચારી બહેનોની મહત્વની માંગણી :
1. આંગણવાડી કર્મચારી બહેનોને તેમના મૂળ કાર્ય પર ધ્યાન આપવા માટે વધારાની જવાબદારીમાંથી મુક્તિ આપો.
2. છેલ્લા ચાર વર્ષમાં પોષણ માટે MMY સ્ટોક ઉપાડવામાં આવે છે, જેના માટે યોગ્ય વળતર આપો.
3. ફિલ્ડ રીપોર્ટીંગમાં પડતી સમસ્યાઓ દુર કરવા તંત્રની દખલદારીઓ.
4. કાર્યક્ષમતા વધારવા માટે સ્માર્ટફોનની જરૂરિયાત અમલ કરો.
5. ગુજરાત વડી અદાલતના ચુકાદાને તાત્કાલિક અમલમાં મુકો.
6. યોગ્ય ઉમેદવારની પસંદગી માટે ઉમરવગરની સીધી ભરતી કરો.
7. ઉનાળા વેકેશન દરમિયાન ખાલી જગ્યા પર તાત્કાલિક ભરતી કરો.
8. આંગણવાડી નારાજ બહેનોના નિરાકરણ માટે સંવાદ અને સમાધાન કરીને નારાજગી દુર કરો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!