અમૃતસર-જામનગર એક્સપ્રેસવે: સ્ટ્રેચ પર ટોલ વસૂલાત સ્થગિત
આ નિર્ણય લીધા બાદ વાહનચાલકોને રાહત મળશે.

વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટના માધ્યમથી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટના માધ્યમથી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
NHAI એટલે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર 28 કિલોમીટરના સ્ટ્રેચ પર આજથી ટોલ વસુલવાનો સ્થગિત કરવામાં આવ્યું છે. આ નિર્ણય લીધા બાદ વાહનચાલકોને રાહત મળશે.
સરકાર દ્વારા ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત મહત્વપૂર્ણ અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર સાંચોર- સાંતલપુર સેક્શનમાં પેકેજ-4માં અત્યારે રિપેરિંગની કામગીરી ચાલી હોવાના કારણે અહીં 28.71 કિલોમીટર લાગતો ટોલ ટૂંકી મુદત માટે માફ કરવામાં આવ્યું છે. NHAI નિવેદન આપ્યું હતું કે, 15 જુલાઈના રોજ સવારના 8 વાગ્યા ની આસપાસ આ નિર્ણય લાગુ કરવામાં આવશે. રેપરીંગની નિર્ધારિત સમય સુધી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી 28 કિલોમીટરના સ્ટ્રેચનો ટોલ નાગરીકો માટે ફ્રી રાખવામાં આવ્યું છે.
રાજસ્થાન થી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી 125 કિલોમીટરનો માર્ગ મહત્વપૂર્ણ ઇકોનોમિક કોરીડોર છે. સરકાર દ્વારા ભારતમાળા પ્રોજેક્ટનો ઉદ્દેશએ ઉત્તર ગુજરાતના રાજ્યોથી પૂર્વ ક્ષેત્રના વિસ્તારોને કનેક્ટિવિટી વધારવાનો છે. જામનગરના કંડલા અને મુદ્રા જેવા પોર્ટસ પરથી ઉત્તર ક્ષેત્રના રાજ્યો અને પ્રદેશોને વિવિધ ઉત્પાદનોની આયાત અને નિકાસની વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટના માધ્યમથી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના કારણે ઉત્તરના રાજ્યોથી લઇને પૂર્વ સુધીમાં વ્યાપારને વધારવા માટે અને વસ્તુઓની લેવડદેવડ માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું છે. જેનાથી વ્યાપારમાં વધારો થશે. દેશના નાગરિકોને સુખ સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. જેના માટે આ પ્રોજેક્ટને વધારે મહત્વ આપવામાં આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!