રાજ્યમાં 7થી 12 જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી, 8થી 10 ઈંચ વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 7થી 12 જુલાઈ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં 8થી 10 ઈંચ સુધીનો ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં સિઝનમાં ફેરફારની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં વરસાદનું જોર વધી શકે છે. પાટણ, હારીજ અને સમી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જળમગ્ન થવાની આશંકા છે. મધ્ય ગુજરાત, પંચમહાલ અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 7 જુલાઈથી 12 જુલાઈ સુધી રાજ્યમાં ઘનઘોર વરસાદ વરસી શકે છે. કેટલાંક વિસ્તારોમાં 8થી 10 ઈંચ સુધી વરસાદ પડવાની શકયતા છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.
18 જુલાઈ પછી વરસાદનું જોર ધીમું પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં હાલ 3 અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 7 દિવસ ભારે વરસાદ રહેવાની પૂરી શક્યતા છે. દરિયામાં ઉથલપાથલ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી 48 કલાક દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!