અંબાજી: 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ
ગબ્બરના પહાડોમાં ભક્તિનો માહોલ, ત્રણ દિવસીય મહોત્સવમાં લાખો માઈભક્તો ઉમટશે

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ
યાત્રાધામ અંબાજીમાં આજથી ત્રણ દિવસીય '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નો મંગલ પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મહોત્સવ 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ચાલશે. લાખો શ્રદ્ધાળુઓ આ દિવ્ય પરિક્રમાનો લાભ લેવા માટે અંબાજી પહોંચી રહ્યા છે.
શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિના દર્શન :
ગબ્બર પર્વત પર 2.5 કિલોમીટર લાંબા પરિક્રમા માર્ગ પર અંદાજે ₹62 કરોડના ખર્ચે ભારત સહિત વિદેશોમાં સ્થિત તમામ 51 શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ અહીં પાકિસ્તાન, નેપાળ, તિબેટ અને બાંગ્લાદેશમાં આવેલા મૂળ શક્તિપીઠોના દર્શન એક જ સ્થાને કરી ધન્યતા અનુભવે છે.
મહોત્સવની વિશેષતા અને કાર્યક્રમો :
પ્રથમ દિવસ: ભવ્ય પાલખી યાત્રા અને ધજા યાત્રા સાથે પ્રારંભ થયો છે, જેમાં સાધુ-સંતો અને ભક્તો ઉત્સાહભેર જોડાયા છે.
દ્વિતીય દિવસ: પવિત્ર 'શક્તિ યાગ' અને ત્રિશુલ યાત્રાનું આયોજન કરવામાં આવશે, સાથે જ પરિક્રમા સ્પર્ધા પણ યોજાશે.
તૃતીય દિવસ: જ્યોત યાત્રા અને મશાલ યાત્રા સાથે મહોત્સવનું ભક્તિમય સમાપન થશે.
ભક્તો માટે આધુનિક સુવિધાઓ :
યાત્રાળુઓની સુવિધા માટે સમગ્ર ગબ્બર પર્વતને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યો છે. ભક્તો માટે અંબિકા ભોજનાલય, GMDC અને આર્ટસ કોલેજ સહિતના વિવિધ સ્થળોએ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર માર્ગ પર પાણી, છાંયડો અને સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.