પોરબંદરમાં એકસાથે 11 બાળ સિંહોનું અદભુત દર્શન
ભાણવડ જંગલ સફારીમાં વાયરલ થયો વીડિયો

બાળ સિંહોનું અદભુત દર્શન

બાળ સિંહોનું અદભુત દર્શન
આ ગીર નથી, પણ ગીર જેવું જ અદભુત દૃશ્ય! પોરબંદર જિલ્લાના ભાણવડ નજીક બરડા જંગલ સફારી ક્ષેત્રમાં છેલ્લા કેટલાક દિવસોથી એકસાથે 11 બાળ સિંહો ખુલ્લા મેદાનમાં રમતા-ફરતા જોવા મળ્યા છે, જેની સાથે 17 થી 18 પુખ્ત સિંહોનો પરિવાર પણ દેખાયો.
વનવિભાગની ટીમ અને પ્રવાસીઓએ કેપ્ચર કર્યા વીડિયો-ફોટાવનવિભાગની ટીમ અને પ્રવાસીઓએ આ અનોખા દૃશ્યના વીડિયો અને ફોટા કેપ્ચર કર્યા, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ગત વર્ષે શરૂ થયેલી ભાણવડ જંગલ સફારી હવે નવા પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી રહી છે.
વન અધિકારીઓએ જણાવ્યું: સિંહો સ્વસ્થ, કોઈ ખતરો નહીંવન અધિકારીઓએ જણાવ્યું કે સિંહો ગીરની હદમાંથી ખોરાક-પાણીની શોધમાં આવ્યા હોવાની શક્યતા છે, તમામ સિંહો સ્વસ્થ છે. પેટ્રોલિંગ વધારાયું, ગામલોકોને સાવચેતીની સૂચના, પ્રવાસીઓને નિયમોનું પાલન કરવા અપીલ.
પ્રવાસન અને અર્થતંત્રને નવો વેગ – નવું આકર્ષણ બનશે ભાણવડપ્રવાસન અને અર્થતંત્રને નવો વેગ – વનવિભાગ અને પ્રશાસન વિસ્તારને વ્યવસ્થિત વિકસાવવાની યોજના બનાવી રહ્યા છે. પ્રવાસીઓની સંખ્યા વધવાથી સ્થાનિક અર્થતંત્રને મોટો ફાયદો. વન્યજીવ પ્રેમીઓ માટે નવું આકર્ષણ બનશે ભાણવડ જંગલ સફારી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!