

કોકરોચ જનતા પાર્ટીનાં પ્રવક્તાએ ત્રણ માંગણીઓ રજૂ કરી
અમદાવાદના વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસના આરોપી સાત દિવસના રિમાન્ડ ઉપર
સુરતના નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટનો સરકારને મહત્વપૂર્ણ સવાલ
અમદાવાદમાં નોંધાયો ચાંદીપુરાનો કેસ
અમદાવાદની ભાગોળે આવી પહોંચેલા દિપડાને પકડવા વન વિભાગ 15 કિ.મી. વિસ્તારમાં થર્મલ કેમેરા લગાવશે
ગૃહમંત્રી અમિત શાહ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસનો લાઠીચાર્જ
ત્રિપુરાના DGP અનુરાગ ધનખડનું ઓફિસમાં શંકાસ્પદ મોત
જમ્મુ: અમરનાથ યાત્રા બીજા દિવસે પણ સ્થગિત
સોનમ વાંગચુકના સમર્થનમાં અમદાવાદમાં વિરોધ
આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ
ચોમાસુ હોય કે ચોમાસુ સત્ર, જો બંને સક્રિય હોય, તો તે ખૂબ જ ઉત્પાદક હોય છે
કોકરોચ જનતા પાર્ટીની દિલ્હીમાં માર્ચ
રાજ્યના 111 તાલુકામાં મેઘરાજાની મહેર
અમદાવાદના વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના
અમદાવાદના ઘુમા ગામમાં દીપડાની એન્ટ્રીથી ભયનો માહોલ
આણંદના વાસદ બાળકી હત્યા કેસના આરોપીનું એન્કાઉન્ટર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા સાથેની મુલાકાત પર, કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે, જે.પી. નડ્ડાને બે વાર મળ્યા. મુલાકાત દરમિયાન, અમે અમારી ત્રણ માંગણીઓ રજૂ કરી હતી. પ્રથમ, સોનમ વાંગચુકને તાત્કાલિક મુક્ત કરવામાં આવે, બીજી, અમે માગ કરીએ છીએ કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે કાં તો તેમને કેબિનેટમાંથી બરતરફ કરવામાં આવે અથવા તેઓ સ્વેચ્છાએ રાજીનામું આપે. જ્યાં સુધી તેમનું રાજીનામું નહીં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. ત્રીજી, અમે NEET ના ઉમેદવારોનાં પરિવારો માટે 1 કરોડ રૂપિયાના વળતરની માગ કરીએ છીએ, જેમાંથી 20થી વધુ ઉમેદવારોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમે આ માંગણીઓ અંગે જે.પી. નડ્ડાનો સંપર્ક કર્યો હતો.
અમદાવાદના વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસના આરોપીઓને સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. પોલીસ આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી. મેહુલ ડોડીયા અને સાદિકને સાથે રાખી બ્લાસ્ટ સ્થળે પહોચી પોલીસ. આરોપીઓને સાથે રાખી પંચનામુ કરવાના આવ્યું. સાત દિવસના રિમાન્ડ બાદ પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે સંપૂર્ણ તપાસ કરવા માટે નવી હાઈ લેવલ કમિટીની રચના કરાશે. જે સમગ્ર મામલાની કરશે તપાસ. સરકારે સમગ્ર ઘટનાની તપાસ માટે હાઈ લેવલ કમિટી બનાવવા નિર્ણય લીધો છે. કમિટીમાં અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગના 2 અધિકારી રહેશે. એડવોકેટ જનરલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આપવામાં આવી જાણકારી. પુનઃ વસન માટે 120 ફ્લેટ ખાલી છે તેમ એડવોકેટ જનરલે કહ્યું છે. પુનઃ વસન રાજ્યના ખર્ચે કેમ ? દોષિતોના ખર્ચે પુનઃ વસન થવું જોઇએ તેવી ટકોર હાઈકોર્ટ કરી હતી. SIT માત્ર આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરે છે તેમ પણ હાઈકોર્ટ કહ્યું હતું.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) વિસ્તારમાં ચાંદીપુરા વાયરસનો એક કેસ સામે આવતાં જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ત્રણ દિવસ પહેલાં લેવામાં આવેલા દર્દીના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક તપાસ, સર્વેલન્સ અને જરૂરી નિવારક પગલાં લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલ શરણદીપ સોસાયટીની આજુબાજુમાં ગ્રીનબેલ્ટ વધુ હોવાથી દિપડાને પકડવા વન વિભાગ 15 કિ.મી. વિસ્તારમાં થર્મલ કેમેરા લગાવશે. દિપડો કોલાહલ કે ઘોંધાટવાળા વિસ્તારને બદલે, શાંત વાતાવરણમાં જ દીપડો બહાર નીકળતો હોવાનું અનુમાન છે. બપોરના સમયે આજુબાજુના ઝાડી વાળા વિસ્તારમાં દીપડો સંતાઈ ગયો હોઈ શકે. દીપડાને પકડવા વન વિભાગ થર્મલ ડ્રોનનો કરશે ઉપયોગ. 15 કિમીના એરિયા સુધી થર્મલ ડ્રોન કરશે કામ. દીપડાના શરીરના તાપમાનથી થર્મલ ડ્રોનમાં કેપ્ચર થઈ શકે છે.
CJPના વિરોધ પ્રદર્શન વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું CJPના પ્રદર્શનકારીઓ અને સોનમ વાંગચુકની મુખ્ય માગ છે.
દિલ્હીમાં સંસદ કૂચ કરવાનો પ્રયાસ કરનારા પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ પોલીસનું બેરિકેટિંગ તોડવાનો પ્રયાસ કરતાં સ્થિતિ બેકાબૂ બનતા ભીડને નિયંત્રણમાં લેવા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સંસદ ભવનનો મુખ્ય દ્વાર બંધ કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં સુરક્ષા દળ તૈનાત કરાયા હતા. બીજી તરફ, કેટલાક પ્રદર્શનકારીઓ રેલ ભવન નજીક ધરણાં પર બેઠા હતા. આ દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે સંસદ ભવનમાં મુલાકાત પણ યોજાઈ હતી.
ત્રિપુરા રાજ્ય પોલીસ વિભાગમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ત્રિપુરાના ડીજીપી (DGP - Director General of Police) અનુરાગ ધનખડ અગરતલા સ્થિત પોલીસ હેડક્વાર્ટર (Police Headquarters) ખાતે શંકાસ્પદ સંજોગોમાં મૃત મળી આવ્યા છે. રાજ્યના સૌથી ઉચ્ચ પોલીસ અધિકારીના આવી રીતે અચાનક થયેલા અવસાનથી સમગ્ર પોલીસ બેડા અને વહીવટીતંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
વૈષ્ણોદેવી યાત્રાની જેમ, ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા પણ ખોરવાઈ ગઈ છે. ખરાબ હવામાનને કારણે સોમવારે બાલતાલ રૂટથી શ્રી અમરનાથ યાત્રા સતત બીજા દિવસે પણ સ્થગિત કરવામાં આવી હતી. સાવચેતીના પગલા તરીકે, અધિકારીઓએ યાત્રાળુઓને પવિત્ર ગુફા તરફ આગળ વધવાની મંજૂરી આપી ન હતી.
અમદાવાદના લો-ગાર્ડન નજીક હેપી સ્ટ્રીટ ખાતે યુથ કોંગ્રેસના કાર્યકરોએ સોનમ વાંગચૂકના સમર્થનમાં તેમજ NEET પેપર લીકના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિ કાબૂમાં લીધી અને વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
લોકસભામાં વિપક્ષે કર્યો હોબાળો, લોકસભાની કાર્યવાહી હોબાળા વચ્ચે સ્થગિત, બપોરે 12 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત
સંસદના ચોમાસુ સત્ર પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ સત્ર ઐતિહાસિક છે. સરકાર આ સત્રમાં અનેક મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે. તેમણે વિપક્ષી પક્ષોને સકારાત્મક વલણ અપનાવવા અને ગૃહની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવાની ખાતરી કરવા પણ અપીલ કરી. મીડિયાને સંબોધતા, પીએમએ કહ્યું, ચોમાસુ હોય કે ચોમાસુ સત્ર, જો બંને સક્રિય હોય, તો તે ખૂબ જ ઉત્પાદક હોય છે. અને જ્યારે બંને ઉત્પાદક હોય છે, ત્યારે તે દેશ અને તમામ જીવોને લાભ આપે છે. તેથી, અમે પ્રાર્થના કરીએ છીએ કે ચોમાસુ સક્રિય રહે અને ચોમાસુ સત્ર પણ ઉત્પાદક રહે.
માર્ચ શરુ કરે તે પહેલા પોલીસ એક્શનમાં , વિરોધ કરનારાઓ પર કરાયો લાઠીચાર્જ , CJPની માર્ચ પહેલા જ હોબાળો મચ્યો , લાઠીચાર્જ થતા રસ્તા પર દોડધામ મચી
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારી જિલ્લાના જલાલપોરમાં 5.75 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે નવસારી શહેરમાં 4.80 ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડના પારડીમાં 3.82 ઇંચ, સુરતના પલસાણામાં 3.07 ઇંચ, નવસારીના ચીખલીમાં 2.48 ઇંચ અને સુરતના મહુવામાં 2.17 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 24 તાલુકામાં એક ઇંચથી લઈને પોણા 6 ઇંચ સુધી વરસાદ વરસતા ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જનજીવન પર અસર જોવા મળી રહી છે.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટના કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. DCPની અધ્યક્ષતામાં કાર્યરત SITમાં DCP ઝોન-8, ACP S ડિવિઝન અને રામોલ PIનો સમાવેશ કરવામાં આવ્યો છે. SITને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરીને 10 દિવસમાં વિગતવાર અહેવાલ તૈયાર કરી રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદના ઘુમા ગામની શરણદીપ સોસાયટીમાં રાત્રે દીપડો ઘુસી આવતાં સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી દીપડાને પકડવાની કામગીરીમાં લાગી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેયર સહિત મનપાના અધિકારીઓ પણ ઘુમા ગામ પહોંચ્યા હતા અને સોસાયટીના રહીશો પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.
આણંદના વાસદ બાળકી હત્યા કેસના આરોપીનું એન્કાઉન્ટર પોલીસ કસ્ટડીમાંથી ભાગતી વખતે આરોપીએ કર્યો પોલીસ પર હુમલો બાળકીના હત્યારા પર સ્વ બચાવમાં પોલીસનું ફાયરિંગ સારવાર દરમિયાન આરોપીનું મોત
Loading Comments...