

સિદ્ધપુર GIDCમાં ફૂડ વિભાગના દરોડા
સુરેન્દ્રનગરના ચૂડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનીંગ મામલે પોલીસ ફરિયાદ
જામનગર-દ્વારકામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી
પંચમહાલ: ગોધરા રેલવે સ્ટેશનની નવી જ લિફ્ટમાં 6 મુસાફરો ફસાયા, પતરા કાપીને લોકોને બહાર કાઢ્યા
ગિરનાર પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે આજથી 'IN/OUT' ઓનલાઇન રજીસ્ટ્રેશન સિસ્ટમ શરૂ
દેશનું પ્રથમ ખાનગી રોકેટ લોન્ચિંગ આજે, અવકાશ ક્ષેત્રે ભારતની ઐતિહાસિક સિદ્ધિ.
મોરબી : હળવદના ચરાડવા પાસે ખાનગી સ્કૂલ બસ અકસ્માત
પાટણના સિદ્ધપુર GIDCમાં ફૂડ વિભાગની દરોડા,ધારીવાલા ફૂડ્સમાંથી 7 નમૂના લેવામાં આવ્યા રૂ.1.24 લાખનો ખાદ્ય જથ્થો સીઝ કરાયો,લેબોરેટરીમાં તપાસ માટે નમૂના મોકલાયાખામીઓ મળતા ઈમ્પ્રૂવમેન્ટ નોટિસ અપાઈ,રિપોર્ટ બાદ FSSA મુજબ કાર્યવાહી થશે.
147 વિદ્યાર્થીનીને ફૂડ પોઇઝનીંગ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી ચુડા પોલીસ સ્ટેશનમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ બાળકીઓને અપાતા ભોજનમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો આરોપ ખીર, ભાખરી, દાળ ઢોકળીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા
જામનગર-દ્વારકામાં ચાંદીપુરા વાયરસની આશંકા,ત્રણ શંકાસ્પદ બાળકો જી.જી. હોસ્પિટલમાં દાખલ,11 માસના બાળક અને 2 વર્ષની બાળકીની સારવાર ચાલુ,તમામ ભોગ બનનાર બાળકોની હાલત ગંભીર,ચોક્કસ નિદાન માટે સેમ્પલ લેબોરેટરી મોકલાયા,આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી.
ગોધરા રેલવે સ્ટેશન પર ગંભીર બેદરકારી સામે આવી છે. પ્લેટફોર્મ નંબર 5 પર નવી બનાવેલી લિફ્ટમાં 6 મુસાફરો ફસાયા હતા. ગોધરા-વડોદરા મેમુ ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરો લિફ્ટમાં સવાર થતાં જ તે અધવચ્ચે અટકી ગઈ હતી. ફાયર વિભાગે કટર મશીન વડે પતરા કાપી 1 કલાકની જહેમત બાદ 6 લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. રેલવે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
જૂનાગઢના ગિરનાર પર્વત પર સિંહ દ્વારા બાળક પર થયેલા હુમલાની દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ માટે મોટો નિર્ણય લેવાયો છે. વન વિભાગ દ્વારા આજથી પ્રાયોગિક ધોરણે 'IN/OUT' ઓનલાઇન રજીસ્ટ્રેશન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ દરેક યાત્રાળુએ પર્વત પર જતા પહેલા ક્યુઆર કોડ કે અધિકૃત વેબસાઇટ દ્વારા પોતાની 'IN' એન્ટ્રી અને પરત ફરતી વખતે ફરજિયાત 'OUT' એન્ટ્રી કરાવવી પડશે, જેના માટે આઈડી પ્રૂફ સાથે રાખવું જરૂરી રહેશે. સ્માર્ટફોન ન ધરાવતા યાત્રિકો માટે એન્ટ્રી પોઈન્ટ પર વિનામૂલ્યે ઓફલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે, જેથી દરેક યાત્રીની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
આજે દેશનું પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ થશે,ખાનગી રોકેટ વિક્રમ-1 કરાશે લોન્ચ,સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થશે પ્રક્ષેપણ,ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ,સવારે 11.30 વાગ્યે રોકેટનું થશે લોન્ચિંગ,મિશનને 'આગમન' નામ આપવામાં આવ્યું,પ્રાઈવેટ સ્પેસ સેક્ટર માટે મોટો માઈલસ્ટોન.
હળવદના ચરાડવા નજીક સ્કૂલ બસનો અકસ્માત દેવીપુરની બ્રિલિયન્ટ સ્કૂલ બસ ટ્રક પાછળ ઘુસી અકસ્માતમાં 8 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા 6 વિદ્યાર્થીઓ ચરાડવા હોસ્પિટલ, 2 મોરબી ખસેડાયા વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી વખતે અકસ્માત સર્જાયો
Loading Comments...