રાજ્યમાં કોરોનાના નોંધાયા વધુ 4 કેસ, નવા વેરિયન્ટ LF.7નો નોંધાયો પ્રથમ કેસ
ગુજરાતમાં ફરી કોરોનાએ પગ પેસારતા સુરત, બનાસકાંઠા અને જામનગરમાંથી નવા કેસ નોંધાયા છે અને LF.7 વેરિયન્ટનો પ્રથમ કેસ પણ સામે આવ્યો છે.

કોરોના વાયરસ

કોરોના વાયરસ
રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરીથી વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 4 નવા કેસ નોંધાયા છે, જેના પગલે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.
સુરતમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી 40 વર્ષીય યુવતીનું કોરોનાના પોઝિટિવ રિપોર્ટ સાથે નિદાન થયું છે. આ સાથે જ કેન્સરની સારવાર લઈ રહેલા 73 વર્ષીય વૃદ્ધને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ બંને કેસ સુરત શહેરમાંથી નોંધાયા છે.
બનાસકાંઠામાં 2 અને જામનગરમાં 10 એક્ટિવ કેસ
બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગે કરાવેલા 8 ટેસ્ટમાંમાંથી 2 પોઝિટિવ આવ્યા છે. જામનગરમાં હાલ કુલ 10 એક્ટિવ કેસ છે. એક જ પરિવારના 4 સભ્યો કેરલથી પરત ફર્યા બાદ કોરોનાથી પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તેમને તાત્કાલિક કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ગોકુલનગર અને ઘાંચી વાડ વિસ્તારના કેસો બાદ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
LF.7 વેરિયન્ટનો ગુજરાતમાં પ્રથમ કેસ
ગુજરાતમાં કોરોના વાઈરસના નવા વેરિયન્ટ LF.7નો પણ પ્રથમ કેસ નોંધાયો છે. રાજ્યમાં હાલ કુલ 28 દર્દીઓ સારવાર હેઠળ છે. આ વેરિયન્ટના લક્ષણોમાં થાક, કફ, તાવ અને સ્નાયુમાં દુ:ખાવા જેવા લક્ષણો જોવા મળે છે.
ICMR DG: કોરોના નિયંત્રણમાં છે
ICMR ના ડિરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે જણાવ્યું કે, "હમણાં અમે ઓમિક્રોનના 4 નવા વેરિયન્ટ LF.7, XFG, JN.1 અને NB.1.8.1 ની દેખરેખ રાખી રહ્યા છીએ. સરકાર સાવચેત છે અને તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે. રોગ હાલ પૂરતો સંપૂર્ણ નિયંત્રણમાં છે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!