NRI ટાવરમાં દારૂ પાર્ટી: 3 યુવતી, 2 યુવક ઝડપાયા
દારૂની 1 બોટલ મળી આવતા પોલીસે પાંચેયની ધરપકડ કરી

₹1.43 લાખના 5 મોબાઈલ અને દારૂ જપ્ત કર્યો

₹1.43 લાખના 5 મોબાઈલ અને દારૂ જપ્ત કર્યો
વસ્ત્રાપુર જજીસ બંગલા રોડ પર આવેલા NRI ટાવરના એક ફ્લેટમાં મોડી રાત્રે છોકરા-છોકરીઓ દારુ પીને ડાન્સ પાર્ટી કરી રહ્યા હોવાની માહિતીના આધારે વસ્ત્રાપુર પોલીસ પહોચી હતી. તે દરમિયાન ત્યા દારૂની મહેફિલ માણી રહેલા 2 છોકરા અને 3 છોકરી મળી આવ્યા હતા. તેમની પાસેથી દારૂની 1 બોટલ મળી આવતા પોલીસે પાંચેયની ધરપકડ કરી હતી.
NRI ટાવરમાં મોડી રાત્રે 1.30 ની આસપાસ મોટે મોટેથી સ્પીકરમાં ગીતો વાગતા હતા અને છોકરા-છોકરીઓ દારુ પીને ડાન્સ કરી રહ્યા હતા. આ અંગે સ્થાનિક રહીશોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદ નોધાવી હતી. જેના આધારે વસ્ત્રાપુર પીઆઈ એલ.એલ ચાવડા ટીમ સાથે ત્યાં પહોચ્યા હતા. પોલીસ પહોચી ત્યારે ફ્લેટમાં 2 છોકરા અને 3 છોકરી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જેના આધારે પોલીસે કલ્પીત ઠક્કર, ચેતન કોમ્પેલા, તેમજ 3 છોકરી મળી આવી હતી. પોલીસે તપાસ કરતા પાંચેય જણા દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેમાંથી એક છોકરીની પૂછપરછ કરતા તેને આ ફ્લેટ 2 મહિલા પહેલા ભાડે રાખ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેમની પાસેથી 1.43 લાખની કિંમતના 5 મોબાઈલ ફોન અને દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
થોડા દિવસ અગાઉ પણ હોટલ ગ્રાન્ડ ભગવતી પાસેના ટાવર ના એક ફ્લેટમાં મોડી રાત્રે ભેગા થયેલા છોકરા છોકરીઓ દારુની મહેફિલ માણી રહ્યા હોવાનો મેસેજ મળતા વસ્ત્રાપુર પોલીસ પહોચી હતી. પોલીસે તપાસ કરતા ફ્લેટમાંથી 10 થી વધુ છોકરા છોકરીઓ મળી આવ્યા હતા. પરંતુ તેમાંથી ચાર જણાએ દારુ પીધો ન હતો. જ્યારે 6 જણાએ દારૂપીધો હોવાથી કેસ કરાયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!