AI પ્લેન દુર્ઘટના: શું માનવીય ભૂલના મળ્યા પુરાવા?
વિમાન દુર્ઘટના: FAA રિપોર્ટમાં ફ્યુલ સિસ્ટમમાં ખામીનો ઇનકાર, માનવીય ભૂલ પર કેન્દ્રીત તપાસ

શુ ફરી પાયલોટ પર દોષારોપણ કરવાનો પ્રયાસ

શુ ફરી પાયલોટ પર દોષારોપણ કરવાનો પ્રયાસ
12 જૂનના રોજ અમદાવાદથી ટેકઓફ થયાના માત્ર બે જ મિનિટમાં ધડાકાભેર ક્રેશ થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. આ દુર્ઘટના, જેમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને જેને એર ઇન્ડિયાના ઇતિહાસની સૌથી ખતરનાક વિમાન દુર્ઘટના તરીકે ઓળખાવવામાં આવી છે, તેની તપાસમાં યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા એક મહત્વપૂર્ણ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. FAA ના રિપોર્ટ મુજબ, પ્લેનના ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ટેક્નિકલ ખામી જોવા મળી નથી, જે અગાઉ ક્રેશનું સંભવિત કારણ મનાઈ રહી હતી.
FAA નો ખુલાસો: મિકેનિકલ ખામીની સંભાવના નહિવત્વિસ્કોન્સિનમાં આયોજિત એક એવિએશન કાર્યક્રમ દરમિયાન પત્રકારોને માહિતી આપતા, FAA એડમિનિસ્ટ્રેટર બ્રાયન બેડફોર્ડે સ્પષ્ટ કર્યું હતું કે, "તપાસકર્તાઓને ફ્યુલ સિસ્ટમ યુનિટમાં ખામીના કોઈ સંકેતો મળ્યા નથી." તેમણે ઉમેર્યું હતું કે, "ફ્યુલ સ્વિચમાં અનિચ્છનીય હેરફેરના પણ કોઈ પુરાવા મળ્યા નથી. અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે, આ ફ્યુલ કંટ્રોલમાં અજાણતા થયેલી ગરબડનો મામલો નથી. મિકેનિકલ ખામીની કોઈ સંભાવના જોવા મળી નથી." આ નિવેદન દર્શાવે છે કે, FAA ની તપાસ પ્રાથમિક રીતે સિસ્ટમની ખામીને નકારી રહી છે.
ભારતીય AAIB નો પ્રારંભિક રિપોર્ટ: સ્વિચની 'કટઓફ' સ્થિતિભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અમેરિકાની NTSB (નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ) સાથે મળીને આ દુર્ઘટનાની તપાસ કરી રહ્યું છે. AAIB ના પ્રારંભિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બંને ફ્યુલ કંટ્રોલ સ્વિચ - જે એન્જિનમાં ફ્યુલના પ્રવાહને નિયંત્રિત કરે છે - તે ટેકઓફ બાદ 'કટઓફ'ની સ્થિતિમાં આવી ગઈ હતી. આના કારણે એન્જિનમાં ફ્યુલનો સપ્લાય અચાનક બંધ થઈ ગયો હતો. જોકે, 10 સેકન્ડમાં આ સ્વિચ 'રન' સ્થિતિમાં પાછી આવી હતી, પરંતુ એન્જિન સમયસર થ્રસ્ટ (ધક્કો) પાછું મેળવી શક્યું નહીં, જેના કારણે પ્લેન ક્રેશ થયું.
કોકપિટ વોઇસ રેકોર્ડિંગ અને માનવીય ભૂલની શંકાકોકપિટ વોઇસ રેકોર્ડિંગમાં, એક પાઇલટ બીજાને ફ્યુલ સ્વિચની ગતિવિધિ વિશે પૂછતો સંભળાય છે, જ્યારે બીજો પાઇલટ તેનો ઇનકાર કરતો હોય તેવું જણાય છે. આના પરથી તારણ મેળવવામાં આવ્યું હતું કે, ફ્યુલ કંટ્રોલ સ્વિચ બંધ થઈ ગઈ હતી અથવા અટવાઈ ગઈ હતી, જેના પરિણામે ફ્યુલ સપ્લાય બંધ થયો. જોકે, તપાસકર્તાઓ હજુ સુધી નક્કી કરી શક્યા નથી કે આ વાતચીત ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરે કરી હતી કે કેપ્ટન સુમિત સભરવાલ દ્વારા. વિસ્તૃત તારણો હજુ સુધી જાહેર થયા નથી, પરંતુ AAIB એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે આ સ્વિચની ગતિવિધિ માનવીય ભૂલ, કોમ્યુનિકેશનના અભાવે અથવા સિસ્ટમ સંબંધિત ખામી ને કારણે બંધ થઈ હતી કે કેમ.
DGCA ના આદેશો અને એરલાઇન્સ દ્વારા નિરીક્ષણઆ દુર્ઘટના બાદ ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તાત્કાલિક પગલાં ભર્યા હતા. 14 જુલાઈના રોજ DGCA એ ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત તમામ બોઇંગ 787 અને 737 વિમાનના ફ્યુલ કંટ્રોલ સ્વિચ પર લોકીંગ મિકેનિઝમનું તાત્કાલિક નિરીક્ષણ ફરજિયાત કર્યું હતું, જેની છેલ્લી તારીખ 21 જુલાઈ નક્કી કરવામાં આવી હતી. આદેશમાં સ્વિચ કંટ્રોલ સિસ્ટમની સંપૂર્ણ તપાસ કરવા જણાવાયું હતું.
એર ઇન્ડિયાએ તેના તમામ વાઇડબોડી અને નેરોબોડી કાફલાનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે, જેમાં કોઈ અનિયમિતતા નોંધાઈ નથી. બોઇંગ અને FAA એ જણાવ્યું હતું કે લોકીંગ મિકેનિઝમ સહિત વર્તમાન સિસ્ટમ સલામત છે અને ઉપલબ્ધ પુરાવાના આધારે ડિઝાઇનમાં કોઈ ફેરફારની જરૂર નથી.
આમ, FAA નો રિપોર્ટ ટેક્નિકલ ખામીને નકારી રહ્યો છે, ત્યારે તપાસનું કેન્દ્ર હવે માનવીય પાસાં અને કોકપિટની ગતિવિધિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આ દુર્ઘટનાનું સંપૂર્ણ સત્ય બહાર લાવવા માટે વિસ્તૃત તપાસ હજુ પણ ચાલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!