AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમથી હવે શિક્ષણ છોડતાં વિદ્યાર્થીઓ અંગે મળશે જાણકારી!
EWS થકી સંભવિત ડ્રોપ આઉટનું જોખમ ધરાવતા 1.68 વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી

શાળા પ્રવેશોત્સવ-2025 દરમિયાન ઓળખ કરાયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને આમંત્રિત કરાશે

શાળા પ્રવેશોત્સવ-2025 દરમિયાન ઓળખ કરાયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને આમંત્રિત કરાશે
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણનાં અધિકારથી વંચિત ન રહે તે માટે વર્ષ 2002-03 થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમ શરૂ કરાયો હતો. તેના કારણે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2001-02 ધોરણ 1 થી 8માં વિદ્યાર્થીઓનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો 37.22 ટકા હતો. તે ઘટીને વર્ષ 2023-24માં 2.42 ટકા થઈ ગયો હોવાનો શિક્ષણ વિભાગે દાવો કર્યો છે.
ગુજરાત સરકારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સ્તરે સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય ટકા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. લક્ષ્યાંક હાંસલ કરવા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્કૂલ ડ્રોપઆઉટને અટકાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (EWS) લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમ શાળા છોડીને જઇ શકે તેવા સંભવિત બાળકોની અગાઉથી જ ઓળખ કરી લે છે. જેથી તેઓને શાળા છોડતા અટકાવી શિક્ષણ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરી શકાશે.
રાજ્યમાં ધોરણ 1 થી 8 માં અંદાજે 1 કરોડ જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આ વિદ્યાર્થીઓમાંથી EWS થકી અત્યાર સુધીમાં 1.68 લાખ એટલે કે 2 ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી છે, જેઓ સંભવિત ડ્રોપ આઉટનું જોખમ ધરાવે છે. EWS દ્વારા ઓળખી કઢાયેલા સંભવિત ડ્રોપઆઉટ થવાનું જોખમ ધરાવતા 1.68 લાખ બાળકો શાળાકીય શિક્ષણ ચાલુ રાખે તે માટે બાળકો અને વાલીઓને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે. બાળકના વિકાસ અને પ્રગતિ માટે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવું કેટલું મહત્વપૂર્ણ છે તેની સમજ આપવામાં આવશે. સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય ટકા કરવા રાજ્ય સરકારે શિક્ષણ વિભાગને લક્ષ્યાંક આપ્યો છે.
શું છે AI આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ?
વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી AI આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (EWS) ધોરણ 1 થી 8માં ભણતા પ્રત્યેક વિદ્યાર્થીના રેકોર્ડ (ઉંમર, જાતિ, વિકલાંગતા), શાળા પ્રદર્શન, હાજરી અને મૂલ્યાંકન જેવા ડેટાનો ઉપયોગ કરી વિદ્યાર્થીના સંભવિત ડ્રોપઆઉટ થવાની અગાઉથી આગાહી કરી તેને અટકાવવા પગલાં લેવા માટે એલર્ટ આપે છે. આ સિસ્ટમમાં એલ્ગોરિધમ દ્વારા ડેટાના પેટર્નની ઓળખ કરીને સંભવિત ડ્રોપઆઉટ લેનારા બાળકની ઓળખ કરવામાં આવે છે. જેથી ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપીને ડ્રોપઆઉટ થયા પહેલા જ સમયસર પગલાં લઇ શકાય.
વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ માટે મુખ્ય પરિબળોમાં શાળામાં તેમની સતત ગેરહાજરી, શાળા શિક્ષણમાં નબળું પ્રદર્શન, બાળકની તંદુરસ્તી અને શારીરિક વિકલાંગતા, બાળકની વર્તણૂંક વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીની શાળાનો પ્રકાર (સરકારી, સહાયિત, ખાનગી), મલ્ટિગ્રેડ વર્ગખંડો, શાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા તેમજ વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક સ્થિતિ, પરિવારનું સ્થળાંતર, ઘરમાં શિક્ષણ અંગેના વિચારો અને ધારણા, પરિવારમાં બાળકોની સંખ્યા, વસ્તી વિષયક માહિતીનો સંભવિત ડ્રોપઆઉટ બાળકની ઓળખ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
EWS દ્વારા ડ્રોપ આઉટનું જોખમ ધરાવતાં 1.68 લાખ વિદ્યાર્થીઓની ઓળખ
અત્યાર સુધીમાં EWS દ્વારા સંભવિત ડ્રોપ આઉટનું જોખમ ધરાવતા 1.68 બાળકોની ઓળખ કરવામાં આવી છે. રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત શાળામાં અભ્યાસ કરતાં અને ડ્રોપઆઉટ થવાનું જોખમ ધરાવતા વિદ્યાર્થીઓની યાદી તમામ શાળાઓને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS)ના લોગઇનમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ યાદી મુજબના બાળકોને શાળા છોડતા અટકાવવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2025 દરમિયાન બ્લોક રિસોર્સ સેન્ટર (BRC) કો-ઓર્ડિનેટર, ક્લસ્ટર રિસોર્સ સેન્ટર (CRC) કો-ઓર્ડિનેટર અને શાળાના મુખ્ય શિક્ષક, આચાર્ય અને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) મારફતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓનો સંભવિત ડ્રોપઆઉટ અટકાવવા માટે અગમચેતીના જરૂરી પગલાં લેવા માટે જિલ્લા કક્ષાએથી સમીક્ષા અને મોનિટરીંગ હાથ ધરાશે.
EWS દ્વારા ઓળખી કાઢવામાં આવેલા સંભવિત ડ્રોપઆઉટ થવાનું જોખમ ધરાવતા બાળકો અને તેમના વાલીઓને આગામી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે. આ બાળકોના વાલીઓને કોઇ જ પ્રકારની નકારાત્મક કે શરમજનક લાગણીનો અનુભવ ન થાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ સંબંધિત પરિબળોની ઓળખ કર્યા પછી, તેમને શાળા છોડતા અટકાવવા માટે તેમના વાલીઓ સાથે ચર્ચા કરીને બાળકો શાળા શિક્ષણ પૂર્ણ કરે અને તેમનું શાળામાં સ્થાયીકરણ સુનિશ્ચિત થાય તે અંગે શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય ત્યારે ડ્રોપઆઉટ થવાની સંભાવના ધરાવતા બાળકો અચૂક શાળા પ્રવેશ મેળવે અને નિયમિતપણે શાળાએ આવે તે શાળા વ્યવસ્થાપન સમિતિ મારફત સુનિશ્ચિત કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!