અમદાવાદ ટ્રાફિક પોલીસને 'સૈયારા'નું ભૂત ધૂણ્યું
ટ્રાફિક પોલીસે 'સૈયારા' સ્ટાઈલમાં હેલ્મેટનો સંદેશ આપ્યો: 'નહીંતર પ્રેમ અધૂરો રહી જશે!'

વાયરલ વીડિયોથી આપ્યો ખાસ સંદેશ!

વાયરલ વીડિયોથી આપ્યો ખાસ સંદેશ!
અમદાવાદ ટ્રાફિક પોલીસને પણ 'સૈયારા'નું ભૂત ધૂણ્યું: વાયરલ વીડિયોથી આપ્યો ખાસ સંદેશ!
બોલિવૂડની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સૈયારા' દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની છે. તેના રીલ્સ, સીન્સ અને ગીતો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે અને ટ્રેન્ડિંગમાં છે. આ ટ્રેન્ડનો લાભ લેવામાં અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ પાછળ રહી નથી! અમદાવાદ ટ્રાફિક પોલીસે 'સૈયારા' ફિલ્મના એક વાયરલ સીનનો ઉપયોગ કરીને અમદાવાદીઓને હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે એક ખાસ સંદેશ આપ્યો છે.
'સૈયારા' સ્ટાઈલમાં હેલ્મેટનો સંદેશઅમદાવાદ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, "જ્યારે સૈયારા તમને હેલ્મેટ પહેર્યા વગર સાથે આવવાનું કહે, એ થોડી ક્ષણોને લાંબી બનાવવા માટે ત્યારે હેલ્મેટ જરૂર પહેરો અને સૈયારાને પણ પહેરાવો."
આ સંદેશમાં વધુ ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે, "એકલા હો કે સૈયારા સાથે, હેલ્મેટ જરૂર પહેરજો. સૈયારા સાથે ડ્રાઇવ પર જઈ રહ્યા છો? તો હેલ્મેટને પણ સાથી બનાવી લો... નહીંતર પ્રેમ અધૂરો રહી જશે!" આ ક્રિએટિવ અભિયાન દ્વારા અમદાવાદ ટ્રાફિક પોલીસે ખાસ કરીને યુવા વર્ગને આકર્ષિત કરીને સુરક્ષિત ડ્રાઇવિંગ માટે હેલ્મેટ પહેરવાના મહત્વ પર ભાર મૂક્યો છે.
હાઈકોર્ટના નિર્દેશ બાદ ટ્રાફિક પોલીસ સક્રિયઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાને લઈને ટ્રાફિક પોલીસનો ઉધડો લેવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. રોંગ સાઇડમાં વાહન હંકારતા વાહનચાલકો અને હેલ્મેટ ન પહેરતા હોય તેમને દંડ ફટકારી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી શહેરમાં ટ્રાફિકના નિયમોનું કડકાઈથી પાલન થાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!