Ahmedabad: કાલુપુરમાં ત્રણ જર્જરિત મકાનો ધરાશાયી,સદનસીબે કોઈ જાનહાનિ નહીં!
મકાનને હટાવવાની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી.

મકાન ધરાશાયી થતાં કોઈ જાનહાની થઈ ન હતી

મકાન ધરાશાયી થતાં કોઈ જાનહાની થઈ ન હતી
અમદાવાદમાં રથયાત્રા પહેલા જર્જરિત મકાનનું સર્વે કરવામાં આવ્યું હતું. રથયાત્રા પૂર્ણ થયા બાદ કાલુપુરમાં ત્રણ મકાનો જર્જરિત હાલતમાં ધરાશાયી થયા હતા. કાલુપુરમાં આવેલી દુર્ગામાતાની પોળમાં ત્રણ મકાનો જર્જરિત હાલતમાં હોવાથી ધરાશાયી થયા હતા. મકાનને હટાવવાની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. તંત્ર દ્વારા નોટિસ લગાવીને પોળની પાસેનો રસ્તો બંધ કર્યો હતો.
જર્જરિત મકાન હટાવવાની કામગીરી સમયે બની ઘટના:
વધુ માહિતી પ્રમાણે અમદાવાદમાં કાલુપુર વિસ્તારના દુર્ગામાતાની પોળમાં મકાનની કામગીરી સમયે ત્રણ જર્જરિત મકાનો ધરાશાયી થયા હોવાની વાત સામે આવી છે. રથયાત્રા પહેલા પોળમાં આવેલા જેટલા પણ જર્જરિત મકોનો છે તેને નોટિસ આપી હતી.નોટિસ આપ્યા બાદ પણ તેનો કોઈ અમલ ન થતાં દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ગામાતાની એક જર્જરિત મકાન હટાવવાની કામગીરી દરમિયાન ત્રણ અન્ય મકાન પણ ધરાશાયી થયા હતા.
તંત્ર દ્વારા નોટિસ લગાવી રસ્તા બંધ કર્યો:
મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ પણ ત્યાંનાં સ્થાનિક લોકો ત્યાં રહેતા હતા. તંત્ર દ્વારા નોટિસ મળ્યા બાદ પણ લોકો ઘર ખાલી નહિ કરતાં તંત્ર સામે એક પડકાર ઊભો થયો હતો. પોળમાં જર્જરિત મકાન હટાવવાની કામગીરી દરમિયાન ત્રણ બીજા મકાન પણ ધરાશાયી થતાં લોકોમાં ભય નો માહોલ ફેલાયો હતો.મકાન ધરાશાયી થતાં કોઈ જાનહાની થઈ ન હતી. તંત્ર દ્વારા આ ઘટના બનતા પોળમાં નોટિસ લગાવીને રસ્તો બંધ કર્યો હતો.
તંત્ર દ્વારા જેટલા પણ મકાનો છે તેમણે ચેતવણીના પોસ્ટર લગાવીને લોકોને સાવચેત રહેવા કહ્યું છે. મોડે મોડે જાગ્યું પણ અંતે તંત્ર જાગ્યું વર્ષો વર્ષ જૂના મકાનને તોડવા માટે તૈયાર છે. અમદાવાદમાં ઘણી બધી એવી પોળ છે જેમાં આવા જર્જરિત મકાનો છે. આવા મકાનોની આસપાસ ઘણા બધા લોકો રહેતા હોય છે. જેના કારણે અનેક લોકોનો જીવ જોખમમાં મુકાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!