અમદાવાદ સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
બ્રિજ પર તિરાડ પડતા AMCનો તાત્કાલિક નિર્ણય, 5 દિવસ સુધી વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર.

સુભાષ બ્રિજ બંધ વૈકલ્પિક રૂટ

સુભાષ બ્રિજ બંધ વૈકલ્પિક રૂટ
અમદાવાદના મધ્ય ભાગમાં આવેલો ૫૨ વર્ષ જૂનો સુભાષ બ્રિજ મધ્યમાં તિરાડ પડવાના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બ્રિજની ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવા માટે આ નિર્ણય લેવાયો છે.
બ્રિજ એકાએક બંધ થવાથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે અને મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે.
સલામતીના ભાગરૂપે 5 દિવસ માટે બ્રિજ બંધ :
AMCના જણાવ્યા અનુસાર, સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં ક્ષતિ (તિરાડ) માલુમ પડી છે. જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખીને, તંત્રએ 4 ડિસેમ્બર, 2025 થી શરૂ કરીને આગામી પાંચ દિવસ માટે વાહનવ્યવહાર માટે બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન બ્રિજની મરામત અને તેની સુરક્ષા ચકાસવાની ઝીણવટભરી કામગીરી કરવામાં આવશે.

વાહનચાલકોની હાલાકી અને વૈકલ્પિક વ્યવસ્થા :
દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો સુભાષ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે. બ્રિજ અચાનક બંધ થવાના કારણે શહેરમાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે પરિવહન કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે તંત્રએ વાહનચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. સુભાષ બ્રિજ પરથી અવર-જવર કરનારા લોકો દધીચિ બ્રિજ સહિતના અન્ય માર્ગોનો ઉપયોગ કરીને ગંતવ્ય સ્થાને પહોંચી શકે છે.

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?