JEE એડવાન્સ્ડ 2025નું પરિણામ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુર દ્વારા 2 જૂન, 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું. જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા તેઓ હવે સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર પોતાનું પરિણામ જોઈ શકે છે. પરિણામ સાથે ફાઈનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવી છે.
પરિણામ ચેક કરવાની રીત
પરિણામ ચકાસવા માટે સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર જાઓ. ત્યાં JEE Advanced Result 2025 લિંક પર ક્લિક કરો. અહીં તમારો રોલ નંબર, જન્મ તારીખ અને મોબાઇલ નંબર દાખલ કરો. સ્કોરકાર્ડ સ્ક્રીન પર દેખાશે - તેને ડાઉનલોડ કરો અને સાચવી રાખો.
અમદાવાદનો મોહિત ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમે
સુરતના 7 વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ્ડ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમાં આગમ શાહએ ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) 17 મેળવી સુરત ટોપર બન્યો છે. જયારે કલ્પ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 86માં ક્રમ સાથે સુરતમાં બીજા નંબરે, મોક્ષ ભટ્ટ ઓલ ઇન્ડિયા રેન્કમાં 219માં ક્રમ સાથે ત્રીજા નંબરે, કનિષ્કસિંહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 294માં ક્રમ સાથે ચોથા નંબરે, હિતાંશ ગાંધી ઓલ ઇન્ડિયા રેન્કમાં 360માં ક્રમ સાથે પાંચમા નંબરે, વિશ્વ પંડ્યા ઓલ ઇન્ડિયા રેન્કમાં 375માં ક્રમ સાથે છઠ્ઠા નંબરે અને યશ કોઠારી ઓલ ઇન્ડિયા રેન્કમાં 418માં ક્રમ સાથે સાતમાં નંબરે સીટી ટોપ બન્યા છે. આ દરેક વિદ્યાર્થીઓએ દેશની ટોચની ટેકનિકલ સંસ્થાઓમાં પ્રવેશ માટે મજબૂત દાવેદારી નોંધાવી છે.
અમદાવાદનો મોહિત ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમે આવ્યો છે. સુરતનો અગમ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 17મા ક્રમે છે.મનન પટેલ ઓલ ઇન્ડિયા રેન્કમાં 43મા ક્રમે, ઋષભ ઓલ ઇન્ડિયા રેન્કમાં 48મા ક્રમે, શિવેન ઓલ ઇન્ડિયા રેન્કમાં 58મા ક્રમે, કલ્પ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 86મા ક્રમે, તથા આદિત ભગાડે ઓલ ઇન્ડિયા રેન્કમાં 94મા ક્રમે આવ્યો છે.
હવે આગળ શું?
JEE એડવાન્સ્ડ પાસ કરનારા વિદ્યાર્થીઓ હવે JoSAA 2025 કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ લેશે. આ પ્રક્રિયા દ્વારા તેઓ IIT, NIT, IIIT અને GFTI જેવી શિર્ષક ટેકનિકલ સંસ્થાઓમાં પ્રવેશ મેળવશે.
JoSAA રજીસ્ટ્રેશન શરૂ
JoSAA દ્વારા શૈક્ષણિક કાર્યક્રમો માટે રજીસ્ટ્રેશન અને ઓપ્શન ભરવાનું 3 જૂન, 2025 થી શરૂ થશે. ઉમેદવારોને અપડેટ્સ, વિગતવાર માર્ગદર્શિકા અને કાઉન્સેલિંગ શેડ્યૂલ માટે નિયમિતપણે JoSAA ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.