અમદાવાદમાં વાલીઓ પર મોંઘવારીનો ડામ
નવું સત્ર શરૂ થતાં જ સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં મોટો વધારો, જાણો નવો ભાવ વધારો

અમદાવાદમાં વાલીઓ પર મોંઘવારીનો ડામ

અમદાવાદમાં વાલીઓ પર મોંઘવારીનો ડામ
Ahmedabad School Van and Auto Fare Hike: રાજ્યભરમાં આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે વાલીઓ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. શાળાઓ ખુલવાના પ્રથમ દિવસે જ વાલીઓને મોંઘવારીનો મોટો માર સહન કરવાનો વારો આવ્યો છે. સીએનજી (CNG) ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વાહનોના ભાડામાં મોટો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આજે સોમવારે, 8 જૂનના રોજ મળેલી એસોસિએશનની મહત્વની બેઠકમાં સર્વાનુમતે સ્કૂલ વાનના માસિક ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવું સત્ર શરૂ થતાં જ એક તરફ યુનિફોર્મ, પુસ્તકો અને સ્કૂલ ફીના ખર્ચ વચ્ચે ટ્રાન્સપોર્ટેશનનો આ વધારો મધ્યમવર્ગીય પરિવારોના ઘરનું બજેટ ખોરવશે.
ત્રણ વર્ષ સુધી વધારો ન કરવાનો વાયદો તૂટ્યો
અગાઉ વર્ષ 2024 માં જ્યારે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે એવું નક્કી કરાયું હતું કે વાલીઓ પર આર્થિક બોજ ન પડે તે માટે આગામી 3 વર્ષ સુધી એટલે કે વર્ષ 2027 સુધી ભાડામાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. પરંતુ સીએનજીના ભાવ આસમાને પહોંચતા એસોસિએશનને આ વચન તોડવું પડ્યું છે. વર્ષ 2024 માં જ્યારે ભાડું વધારાયું ત્યારે CNG નો ભાવ 76 રૂપિયા હતો, જે હવે વધીને 88 રૂપિયા પર પહોંચી ગયો છે. આમ, ગેસના ભાવમાં 12 રૂપિયાનો સીધો વધારો થતાં સ્કૂલ વર્ધીના ચાલકો માટે જૂના ભાવે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું.
સીએનજી અને આરટીઓ ખર્ચ વધતાં લેવાયો નિર્ણય
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર, છેલ્લા 2 વર્ષથી ભાડામાં કોઈ વધારો કરાયો ન હતો. પરંતુ માત્ર સીએનજી જ નહીં, RTO ખર્ચ, વીમો અને સ્પેરપાર્ટ્સની મોંઘવારીને કારણે પણ ચાલકો પર આર્થિક દબાણ વધ્યું હતું. આ પરિસ્થિતિની ચર્ચા કરવા માટે આજે કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ચાલકોનું ઘર ચલાવવું મુશ્કેલ ન બને તે હેતુથી મારુતિ વાનમાં 200 રૂપિયા અને રિક્ષામાં 100 રૂપિયાનો માસિક વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નવો નિયમ સમગ્ર અમદાવાદ સહિત રાજ્યભરમાં લાગુ પડશે.

જાણો કિલોમીટર પ્રમાણે સ્કૂલ રિક્ષાનું નવું માસિક ભાડું
નવા નિયમો અનુસાર સ્કૂલ રિક્ષાના ભાડામાં દર કિલોમીટર દીઠ 100 રૂપિયાનો માસિક વધારો ઝીંકાયો છે. પહેલા 1 કિલોમીટરનું ભાડું 750 રૂપિયા હતું, જે હવે વધીને 850 રૂપિયા થઈ ગયું છે.
1 કિલોમીટર: રૂ. 850
2 કિલોમીટર: રૂ. 950
3 કિલોમીટર: રૂ. 1050
4 કિલોમીટર: રૂ. 1150
5 કિલોમીટર: રૂ. 1250
જાણો કિલોમીટર પ્રમાણે સ્કૂલ વાનનું નવું માસિક ભાડું
સ્કૂલ વાન (મારુતિ વાન) ના ભાડામાં દર કિલોમીટર દીઠ 200 રૂપિયાનો માસિક વધારો કરવામાં આવ્યો છે. પહેલા 1 કિલોમીટર માટે 1200 રૂપિયા લેવાતા હતા, જે હવે વધીને 1400 રૂપિયા થયા છે.
1 કિલોમીટર: રૂ. 1400
2 કિલોમીટર: રૂ. 1600
3 કિલોમીટર: રૂ. 1800
4 કિલોમીટર: રૂ. 2000
5 કિલોમીટર: રૂ. 2200
નવા શૈક્ષણિક વર્ષ 2026-27 ની શરૂઆતમાં જ આવેલા આ ભાવ વધારાને કારણે વાલી મંડળોમાં આંતરિક નારાજગી જોવા મળી રહી છે, પરંતુ એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે મોંઘવારીના આ સમયમાં ચાલકો માટે આ સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.