ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદના રસ્તાઓ ધોવાયા, AMCના રેકોર્ડમાં 1,183 ખાડાઓ નોંધાયા
અમદાવાદમાં માત્ર 2 વરસાદ બાદ જ રસ્તાઓના હાલ ખસ્તા બન્યા છે અને 1,183 ખાડાઓ AMCના રેકોર્ડમાં નોંધાયા છે.

અમદાવાદમાં ખાડા

અમદાવાદમાં ખાડા
અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત જ વરસાદની સાથે નબળી વ્યવસ્થાની પોલ ખોલતી રહી છે. માત્ર ચોમાસાની શરૂઆતમાં જ શહેરના અનેક માર્ગો પર ખાડાઓ સર્જાયા છે. AMCના અંતર્ગત અત્યાર સુધીમાં 1,183 ખાડાઓ નોંધાયા છે. જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 1,020 ખાડાઓ થયા છે. દક્ષિણ ઝોનમાં 50, ઉત્તર ઝોનમાં 22, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 34, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 40 અને મધ્ય ઝોનમાં 17 ખાડાઓ નોંધાયા છે. AMCના રોડ કમિટી ચેરમેન જયેશ પટેલે કહ્યું કે તમામ ખાડાઓને તાત્કાલિક ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, ગયા વર્ષે પણ શહેરમાં 60,000થી વધુ નાના મોટા ખાડાઓ પડ્યા હતા.
વિપક્ષના નેતા શહેઝાદ ખાને ગંભીર આરોપ મુકતા કહ્યું કે, શહેરમાં પ્રિ-મોન્સૂનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, મીટિંગો તો થાય છે પણ રસ્તાઓ માત્ર મેઇકઅપ જેવા બને છે જે એક ઈંચ વરસાદ પણ સહન કરી શકતા નથી. તેમણે દાવો કર્યો કે, 60% ડ્રેનેજ લાઈનો ભરાઈ ગયેલી છે, જેના કારણે ગટર અને પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. 7 ઝોનમાં ડ્રેનેજ સફાઈ માટે 498 મંડળીઓ કામ પર છે અને દરેકને દર મહિને રૂપિયા 50,000 ચૂકવવામાં આવે છે છતાં માત્ર જૂન મહિનામાં જ ગટર માટે 31,793 ફરિયાદો મળી છે અને પાણી ભરાવા માટે 4,360 ફરિયાદો નોંધાઈ છે. 15,000 કરોડના બજેટ હોવા છતાં શહેરી સેવાઓ ફેલ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 7 દિવસ દરમિયાન ભારે પવન અને વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. જુલાઈ મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે તેવી સંભાવના છે અને માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!