અમદાવાદ પ્લેન ક્રેશ: પ્રારંભિક તપાસ રિપોર્ટ 11 જુલાઈ સુધી રજૂ થવાની શક્યતા
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં પહેલો તપાસ રિપોર્ટ 11 જુલાઈ સુધીમાં રજૂ થવાની શક્યતા છે. આ રિપોર્ટમાં વિમાન, હવામાન અને દુર્ઘટનાના પ્રાથમિક ...

અમદાવાદ પ્લેન ક્રેશ

અમદાવાદ પ્લેન ક્રેશ
અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનાને લઈને મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ 11 જુલાઈ સુધીમાં જાહેર થઈ શકે છે. રિપોર્ટ અંદાજે 4થી 5 પાનાનો હશે જેમાં દુર્ઘટનાનું આરંભિક મૂલ્યાંકન, વિમાનને થયેલા નુકસાન, અને દુર્ઘટનાના સંભવિત કારણો અંગે વિગતો સમાવિષ્ટ રહેશે.
આ રિપોર્ટમાં વિમાનના ટેકનિકલ ફેકટર્સ, ક્રૂ સભ્યોની કામગીરી, ટેક ઓફ સમયે હવામાનની સ્થિતિ, તથા એરપોર્ટ અને એર ટ્રાફિક કંટ્રોલના સંકેતોની વિગતો રજૂ થવાની શક્યતા છે. આ સાથે જ દુર્ઘટનાની તપાસ કરી રહેલા મુખ્ય ઈન્વેસ્ટિગેટરનું નામ, અત્યાર સુધીની પ્રોગ્રેસ અને આગામી પગલાની રૂપરેખા પણ આ રિપોર્ટમાં સમાવિષ્ટ થઈ શકે છે.
વિશેષ વાત એ છે કે, ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન (ICAO)ના નિયમો અનુસાર, કોઈ પણ વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક રિપોર્ટ 30 દિવસની અંદર રજૂ કરવો ફરજિયાત ગણવામાં આવે છે.
મહત્તવની વાત એ છે કે, 12 જૂનના રોજ લંડન જતી એર ઈન્ડિયાની બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ફ્લાઈટ, અમદાવાદથી ઉડાન ભર્યા પછી થોડા જ પળોમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો તથા ક્રૂ સભ્યો સહિત કુલ 278 લોકોના મૃત્યુ થયા હતા. દુર્ઘટના સમયે વિમાન એક બિલ્ડિંગ સાથે અથડાયું હતું જેમાં રહેલા 37 લોકોના પણ મૃત્યુ થયા હતા. હાલ બ્લેક બોક્સને ડિકોડ કરવાની કામગીરી ચાલુ છે અને તેના આધારે વધુ માહિતી મળી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!