અમદાવાદમાં 12મી જુને બનેલી ગોઝારી એવી પ્લેન ક્રેશની ઘટના 12 જુન ના રોજ ઘટી હતી. આ ઘટનાને પણ એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. આ ઘટનામાં મુસાફરો અને ક્રુ મેમ્બર્સ ઉપરાંત મેડીકલના વિદ્યાર્થીઓથી માંડી સ્થાનિક સ્ટાફના પરિવારજન પણ મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બની તે દિવસે મેસ બિલ્ડીંગ અને તેની આસપાસ હાજર 28 થી 30 જેટલા વિદ્યાર્થી- રેસીડેન્ટસ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાના લીધે એમબીબીએસના સેકન્ડ યરના 8 વિધાર્થીઓ પ્રિલીમ પરીક્ષા આપી શક્ય નથી. તેમના માટે ફરી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. સુપર સ્પેશીયાલિટીના પીજી રેસિડેન્ટ ડોકટરો- પરિવાર માટેની હોસ્ટેલ બિલ્ડીંગ તપાસને લઈને હજુ પણ કોર્ટન બંધ રાખ્યું છે.
ઈજાને કારણે હજુ કોલેજ નથી આવી શક્યા :
પ્લેન ક્રેશમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ સહીત 241 લોકો માટે તો કાળ બનીને આવી હતી. જેઓ પ્લેનમાં બેઠા પણ ન હતા તેવા અનેક માટે પણ મોટી આફત બનીને આવી હતી. 12મી જુને બપોરે 1:40 મીનીટે અમદાવાદથી લંડન જતું પ્લેન સિવિલ હોસ્પિટલ નજીક બી.જે. મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે મેસ બિલ્ડીંગોની છત પર અથડાતા મોટો વિસ્ફોટ થયો હતો. જેમાં મુસાફરો-ક્રૂ મેમ્બર્સ સહીત 241 ભુજાયા સાથે બી.જે. મેડીકલમાં એમબીબીએસનો અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થી અને એક ઈન્ટર્ન સહીત પાંચ વિદ્યાથીઓ મૃત્યુ પામ્યા હતા.તે ઘટના સમયે તેઓ મેસમાં જમતા હતા.
વિદ્યાર્થીઓ વાલીઓ માટે હજુ પણ એ દિવસ ભૂલાયા તેમ નથી. જો કે, એક મહિના બાદ હવે સ્થિતિ સારી છે. ધીરે ધીરે હોસ્પિટલ- મેડીકલ કોલેજમાં સ્ટાફ વિદ્યાર્થીઓ માટે સામાન્ય થઈ ગયું છે. તેમજ તમામ શિક્ષકો-કામગીરીમાં પરત ફર્યા છે.
આ ઘટનામાં ઈજા પામનારા વિદ્યાર્થી રેસીડેન્ટ સહીતના 28 થી 30 જેટલા વિદ્યાર્થીમાંથી એમબીબીએસના ઘણાં વિદ્યાર્થીઓ એમબીબીએસના ઘણા બધા વિદ્યાર્થીઓ હતા.જેમાં સેકન્ડ યર એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે 26મી જુનથી ત્રીજી જુલાઈ દરમિયાન લેવાયેલી પરીક્ષામાં 8 વિદ્યાર્થીઓ હાજર રહી શક્યા ન હતા. ઈજાના લીધે સારવાર હેઠળ એમબીબીએસ વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકતા તેઓ માટે ફરી પરીક્ષા ગોઠવામાં આવશે. અને ત્યાં સુધી પણ જો વિદ્યાર્થી ન આવી શકે તો યુનિવર્સિટીને સપ્લીમેન્ટરી ટેસ્ટ માટે જાણ કરવામાં આવશે.
મેસ બિલ્ડીંગ નજીક પીજી પર સુપર સ્પેશ્યાલિટી રેસીડેન્ટ માટેની અતુલ્યમ 1,2,3 અને 4 સહિતની હોસ્ટેલ બિલ્ડીંગ ઘટના બાદ બંધ કરી દેવાઈ હતી. જેમાં એક બિલ્ડીંગને ખુબ વધારે નુકસાન થયું હતું. અને અન્ય બિલ્ડીંગોમાં થોડું નુકસાન હતું. નાના મોટા રિપેરિંગ બાદ ફરી શરુ થઈ શકે તેમ છે. જો કે તપાસ એજન્સી દ્વારા આ ચાર સહિતની પાંચ બિલ્ડીંગો તે સમયે કોર્ડન કરાઈ હતી. જે હજુ પણ કોર્ડન છે. અને રિપેરિંગ કર્યા બાદ રેસેડન્ટસને સોંપાશે. યુજી સ્ટુડન્સની તૂટેલી મેસ બિલ્ડીંગ યુજી હોસ્ટેલમાં શરુ કરી દેવાઈ છે.
પ્લેન 1 વાગ્યે ક્રેશ થયું હોત તો અનેક વિદ્યાર્થીના મૃત્યુ થાત :
પ્લેન ક્રેશની ઘટના લગભગ પોણા બેની આસપાસ બની હતી. જે મેસ બિલ્ડીંગ પર અથડાયું હતું. અને વિસ્ફોટ થયો હતો. તે બિલ્ડીંગમાં યુજી- એમબીબીએશના વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે જમવા માટેની મેસ હતી. મોટા ભાગે યુજીના વિદ્યાર્થીઓ 1 વાગ્યાની આસપાસ મેસમાં જતા હોય છે. 1 વાગ્યાના સમયમાં લગભગ દોઢસોથી બસો વિદ્યાર્થીઓ હાજર હોય છે. દોઢ વાગ્યા બાદ વિદ્યાર્થીઓ પરત હોસ્ટેલમાં જતા રહેતા હોય છે. તે દિવસે 1 વાગે એટલે કે અડધો કલાક વહેલા ઘટના બની હોત હાજર વિદ્યાર્થીઓમાંથી અનેક વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. જમીને પરત આવેલા વિદ્યાર્થીઓ કહે છે. અમે નીકળ્યાને હોસ્ટેલ આવ્યાને પ્લેન ક્રેશ થયું. જેના કારણે અમે બચી ગયા હતા.