અમદાવાદ : PGમાં કડક નિયમો, NOC ફરજિયાત
સોસાયટીઓમાં PG થી હેરાનગતિમાંથી રહીશોને મોટી રાહત

સોસાયટી પાસેથી NOC લેવી ફરજીયાત રહેશે

સોસાયટી પાસેથી NOC લેવી ફરજીયાત રહેશે
અમદાવાદમાં હોસ્ટેલમાં રહેવાની સુવિધા-લોજીંગ કે બોર્ડીંગ સુવિધા સ્થાપવાનું તેમજ આયોજન કરી રહ્યા છો તો AMC દ્વારા ન્યુ ડેવલોપમેન્ટ પ્લાન હેઠળ ઉપયોગ માટે ખાસ નિયમો જારી કર્યા છે. દંડથી બચવા અને સરળ મંજૂરીઓ મેળવવા માટે સ્થાન પરવાનગીઓ,FSI મર્યાદાઓ,રસ્તાની પહોળાઈની આવશ્યકતાઓ અને ઓપરેશન લાઇસન્સ વિશે માહિતગાર કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
AMC દ્વારા શહેરમાં પેઈંગ ગેસ્ટ સંચાલકો લઈને મહત્વપૂર્ણ અને એસ.ઓ.પી જાહેર કરવામાં આવી છે.જેના માટે સોસાયટી પાસેથી NOC લેવી ફરજીયાત રહેશે. AMC દ્વારા ફાયર સેફટી પોલીસ અને એસ્ટેટ વિભાગ પાસેથી ફરજીયાત મંજૂરી લેવાની રહેશે. PG સંચાલકો દ્વારા નવા નિયમો લાગુ થયાના 30 દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ અરજીની જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે. નવા નિયમોને કારણે સોસાયટીઓમાં PG થી હેરાનગતિમાંથી રહીશોને મોટી રાહત મળશે.
સોસાયટીમાં NOC ફરજીયાત :
કોઈ પણ PG આવાસ સોસાયટીમાં 'નો ઓબ્જેકશન સર્ટીફીકેટ' એટલે NOC વિના ચલાવી લેવામાં આવશે નહી. આ જોગવાઈ PG ના કારણે થતી સમસ્યાઓ સામે સોસાયટીના અધિકાર આપશે.
ફાયર સેફટી - પોલીસ એસ્ટેટ વિભાગની મંજૂરી ફરજિયાત :
જો PG ચલાવતા હોઈ તો AMC દ્વારા ફાયર સેફટી, પોલીસ અને એસ્ટેટ વિભાગની મંજૂરી ફરજીયાત કરવામાં આવી છે. આ કારણથી PGમાં રહેતા વિદ્યાર્થીઓ કે નીકારિયાતોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થશે.
પાર્કિગની માથાકૂટથી મુક્તિ મળશે :
હવે PG સંચાલકોએ 20 ટકા પાર્કિંગની જોગવાઈનું પાલન કરવું પડશે. જેના કારણે પાર્કિંગની સમસ્યા હળવી થશે.
હોમ સ્ટે માટે ટુરીઝમ વિભાગની મંજૂરી ફરજીયાત :
કોઈ પણ જગ્યાનો હોમ સ્ટે તરીકે ઉપયોગ કરવો તેના માટે ટુરીઝમ વિભાગ પાસેથી મંજૂરી લેવી ફરજીયાત છે.
નિયમો અને જોગવાઈઓ સ્પષ્ટ થશે :
હોસ્ટેલ,લોજીગ અને બોર્ડીંગ સમાવવામાં આવ્યા છે. આનાથી તેમના પર લાગુ પડતા નિયમો અને કાયદાકીય જોગવાઈઓ સ્પષ્ટ થશે.
30 દિવસમાં અરજી :
PG સંચાલકો આ નવા નિયમો લાગુ થયાના 30 દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ અરજી કરીને મંજૂરી મેળવવી રહેશે.
GDCRના નિયમોનું પાલન :
PG હોસ્ટેલના સંચાલકોને લગતા જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ ના નિયમોનું પણ કડક પાલન કરવું પડશે. અને જો નિયમોનું ઉલ્લઘન કરવામાં આવશે તો PG હોસ્ટેલના AMC દ્વારા સીલ કરવામાં આવશે અથવા તો બંધ કરી દેવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!