અમદાવાદ: હોસ્પિટલોમાં મચ્છર, AMCનો ₹6.17 લાખ દંડ
અમદાવાદની અનેક હોસ્પિટલોમાં જ મચ્છરોનું સામ્રાજય જોવા મળ્યું

ચેકિંગ દરમિયાન 464 માંથી 276 એકમોમાં મચ્છરના બ્રિડિંગ મળ્યા

ચેકિંગ દરમિયાન 464 માંથી 276 એકમોમાં મચ્છરના બ્રિડિંગ મળ્યા
ચોમાસાનો પ્રારંભ થતા જ મચ્છરોનું આગમન શરૂ થઈ જાય છે. ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ જતા જેના કારણે મચ્છરો થઈ જાય છે. અને આ મચ્છરના કારણે રોગચાળો ફેલાવાનું શરૂ થઈ જાય છે. મેલેરિયા,ડેગ્યું,ચીકનગુનિયા જેવા રોગચાળા થવાની સંભાવના વધારે હોય છે. ઘરના આંગણે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે મચ્છર થઈ જતા હોય છે. જેના કારણે ઘરમાં બીમારી પ્રમાણ વધી જાય છે. ઘરમાં તો ઠીક હવે હોસ્પિટલોમાં પણ મચ્છરોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અમદાવાદની અનેક હોસ્પિટલોમાં જ મચ્છરોનું સામ્રાજય જોવા મળ્યું છે.
AMC દ્વારા હોસ્પિટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ કરતા મચ્છરના બ્રિડિંગ મળ્યા બાદ હોસ્પિટલને દંડ ફટકાર્યો હતો. ત્યાર બાદ તમામ હોસ્પિટલને નોટિસ ફટકારી 6.17 લાખનો દંડ વસુલ્યો છે. હોસ્પિટલમાં ચેકિંગ દરમિયાન 464 માંથી 276 એકમોમાં મચ્છરના બ્રિડિંગ મળ્યા હતા. અમદાવાદ શહેરની જાણીતી હોસ્પિટલમાં પણ મચ્છરના બ્રિડિંગ મળ્યા હતા. શુભમ હોસ્પિટલ,અનંતા હોસ્પિટલ,રાજસ્થાન હોસ્પિટલ ,શાલ હોસ્પિટલ,વિમ્સ હોસ્પિટલ,વેદાંત હોસ્પિટલ,મેડીલીંક અને શેલ્બી હોસ્પિટલ આવી તમામ સીટી હોસ્પિટલને દંડ ફટકાર્યો હતો.
તેમજ જે પી ઈસ્કોન,ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટેલ,કામા હોટેલ જેવી તમામ હોટેલને કોર્પોરેશનની ટીમને 464 માંથી 276 એકમમાં મચ્છરના બ્રિડિંગ જોવા મળ્યા હતા. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. શહેરમાં તા.19 જુલાઈ સુધી ઝાડા-ઉલટીના 562 કેસ,કમળાના 299 કેસ,ટીઈફોડના 357 કેસ અને કોલેરાના 19 કેસ નોધાયા હતા.
AMC હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા અને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે શહેરના સાતેય ઝોનમાં કન્સ્ટ્રક્શન સાઈટ,ધંધાકીય અને રેસિડેન્શિયલ સહીત 464 પ્રિમાઈસીસમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં મચ્છરોના પારા-બીડીંગ મળવા બદલ 276 એકમોને નોટિસ ફટકારી છે. ત્યાર બાદ 6 લાખ 17 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!