અમદાવાદમાં ધોળા દિવસે અપહરણ
ઘરમાં ખાટલામાં સૂતેલી પરિણીતાને ઢસડીને કારમાં ઉઠાવી લઈ ગયા, પૂર્વ પ્રેમી પર આશંકા!

AI જનરેટેડ

AI જનરેટેડ
Ahmedabad Married Woman Kidnapped: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મોટેરા વિસ્તારમાં ધોળા દિવસે, એક ઘરમાં જબરદસ્તી ઘૂસીને પરિણીત યુવતીનું અપહરણ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘરમાં ખાટલામાં સૂઈ રહેલી વહુને ચાર શખ્સો ખેંચીને કારમાં બેસાડી ગયા હતા, જ્યારે તેને બચાવવા વચ્ચે પડેલા વૃદ્ધ સાસુને નિર્દયતાથી ધક્કો મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર સનસનાટીભરી ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે સાબરમતી પોલીસે ગુનો નોંધી વહુની શોધખોળ અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઘરમાં ઘૂસીને અપહરણ: બૂમો પાડતી રહી વહુ
મોટેરા વિસ્તારમાં આવેલા ભીલવાસમાં રહેતા શારદાબેન નાઈએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી સત્તાવાર ફરિયાદ મુજબ, આ ઘટના બની ત્યારે તેમનો દીકરો કમલેશ નોકરી પર ગયો હતો અને ઘરમાં માત્ર તેઓ અને તેમની વહુ કોમલ જ હાજર હતા. બપોરના સમયે કોમલ ઘરમાં ખાટલા પર સૂતી હતી, ત્યારે અચાનક ઘરની બહાર એક સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કાર આવીને ઊભી રહી હતી. કારમાંથી ત્રણ યુવકો અને એક યુવતી એમ કુલ ચાર લોકો નીચે ઉતર્યા હતા. શારદાબેન કંઈ સમજે કે પૂછપરછ કરે તે પહેલાં જ આ ચારેય જણા સીધા ઘરમાં ધસી ગયા હતા. આરોપીઓએ પલંગ પર સૂતેલી કોમલને જબરદસ્તીથી પકડી લીધી હતી. કોમલ પોતાની જાતને બચાવવા માટે સતત બૂમાબૂમ કરતી રહી અને પ્રતિકાર કરતી રહી, પરંતુ ક્રૂર અપહરણકર્તાઓ તેને ઢસડીને ઘરની બહાર પાર્ક કરેલી ક્રેટા કાર તરફ લઈ ગયા હતા અને બળપૂર્વક પાછળની સીટ પર બેસાડી દીધી હતી.
બચાવવા દોડેલા વૃદ્ધ સાસુ પર હુમલો અને ધમકી
પોતાની નજર સામે વહુનું અપહરણ થતું જોઈને વૃદ્ધ સાસુ શારદાબેન ઢાલ બનીને વહુને બચાવવા વચ્ચે પડ્યા હતા. જોકે, બેખૌફ બનેલા અપહરણકર્તાઓએ માનવતાની તમામ હદો વટાવીને વૃદ્ધાને જોરદાર ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા. આરોપીઓએ શારદાબેનને આંગળી ચીંધીને હિચકારી ધમકી આપતા કહ્યું હતું કે, "તમે અમારી વચ્ચે આવશો નહીં, નહિતર સારું નહીં થાય." આખી ઘટના એટલી ઝડપથી અને ફિલ્મી ઢબે બની હતી કે આસપાસના પાડોશીઓ એકઠા થાય તે પહેલાં જ નરાધમો પરિણીતાને લઈને પલકારામાં છનછન થઈ ગયા હતા. ઘટના બાદ રડતી આંખે શારદાબેને મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા કહ્યું કે, "મારા ઘરમાંથી મારી નજર સામે વહુને ઉઠાવી ગયા, અમારે તો બસ અમારી વહુ સહીસલામત પરત જોઈએ છે."
લગ્ન બાદ પણ પજવણી
સાબરમતી પોલીસની પ્રાથમિક તપાસમાં આ સનસનાટીભરી અપહરણની ઘટના પાછળ પ્રેમ પ્રકરણ અને જૂની અદાવત હોવાનું બહાર આવી રહ્યું છે. પોલીસ ફરિયાદ અનુસાર, કોમલના અગાઉ રાજસ્થાનમાં બંટી નામના યુવક સાથે લગ્ન થયા હતા, પરંતુ મનમેળ ન રહેતા છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તેના લગ્ન અમદાવાદના કમલેશ સાથે થયા.
તપાસની સોય પૂર્વ પ્રેમી તરફ
પરંતુ લગ્ન પહેલાથી જ કોમલને ગેવર ગુર્જન નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પરિવારનો આક્ષેપ છે કે કોમલના પુનઃ લગ્ન થઈ ગયા હોવા છતાં ગેવર તેને સતત ફોન કરીને અને પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો. આથી પોલીસની શંકાની સોય સીધી પૂર્વ પ્રેમી ગેવર ગુર્જન તરફ ગઈ છે. હાલમાં સાબરમતી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કારના નંબર ટ્રેસ કરીને અલગ-અલગ ટીમો બનાવી રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં દરોડા શરૂ કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?