અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 13થી શરૂ
અમિત શાહ કરશે ઉદ્ઘાટન, 350થી વધુ સ્ટોલ સાથે નવ દિવસનો પુસ્તકોત્સવ

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવની બીજી આવૃત્તિ આ ગુરુવારથી શરૂ થવા જઈ રહી છે. આ મહોત્સવ 13 નવેમ્બરથી 21 નવેમ્બર 2025 સુધી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ઉજવાશે. રોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલનારા આ મેળામાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.
નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા (શિક્ષણ મંત્રાલય) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આયોજિત આ પુસ્તકોત્સવનું મુખ્ય ધ્યેય વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું છે. સાહિત્ય, સંસ્કૃતિ અને કલાના પ્રેમીઓને એક જ મંચ પર લાવીને વાંચન અને જ્ઞાનનો ઉત્સવ ઉજવવાનો ઉદ્દેશ છે.
આ નવ દિવસીય મહોત્સવનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નેશનલ બુક ટ્રસ્ટના અધ્યક્ષ પ્રો. મિલિંદ મરાઠે, અમદાવાદ મેયર પ્રતિભાબેન જૈન, મહાનગર કમિશનર બંછાનિધિ પાની અને NBT નિયામક યુવરાજ મલિક ઉપસ્થિત રહેશે.
આ મહોત્સવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “મેક ઇન્ડિયા રીડ” મિશન અને ભારતને જ્ઞાન આધારિત સમાજ તરીકે વિકસાવવાની દૃષ્ટિ સાથે સંકળાયેલો છે. સાથે જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના લક્ષ્યો જેમ કે બહુભાષિતા, સર્જનાત્મકતા અને ડિજિટલ શિક્ષણને પણ પ્રોત્સાહન આપે છે.
આ મેળામાં 150થી વધુ પ્રકાશકોના 350થી વધુ સ્ટોલ હશે, જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં હજારો પુસ્તકો પ્રદર્શિત થશે. વિશેષ આકર્ષણ તરીકે ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક અનોખું પ્રદર્શન યોજાશે, જેમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ‘આનંદમઠ’થી લઈને રાષ્ટ્રીય એકતા સુધીની યાત્રા દર્શાવવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!