ગુજરાતીઓને ગરમીથી મળશે આંશિક રાહત
તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી

AI જનરેટેડ

AI જનરેટેડ
Gujarat Weather Updates: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો માટે આશાના કિરણો દેખાયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી રાજ્યના તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થવાની શરૂઆત થશે. આગામી છ દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળશે. જોકે, રાહતની વાત એ છે કે આજે રાજ્યમાં હીટવેવ અંગે કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાનું ચાલુ રહેશે.
અમદાવાદમાં ગરમીએ છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો
છેલ્લા 24 કલાકના આંકડા મુજબ, અમદાવાદ 43.7 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે કંડલા એરપોર્ટ 43.6 ડિગ્રી સાથે બીજા ક્રમે હતું. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે હીટવેવ, એન્ટી સાઈક્લોનિક સરક્યુલેશન અને વારંવાર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદમાં મે મહિનાની ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ચાલુ મે મહિનાના શરૂઆતના 17 દિવસમાંથી 11 દિવસ ગરમીનો પારો 43 ડિગ્રીથી વધુ રહ્યો છે, જેમાં 11 થી 13 મે દરમિયાન સતત ત્રણ દિવસ તાપમાન 44 ડિગ્રીને પાર કરી ગયું હતું.
દેશના 10 રાજ્યોમાં હીટવેવનો પ્રકોપ યથાવત
ગુજરાતમાં ભલે ગરમી ઘટવાની સંભાવના હોય, પરંતુ ઉત્તર અને મધ્ય ભારતના 10 રાજ્યોમાં આ અઠવાડિયે પણ તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 મે સુધી આ રાજ્યોમાં તીવ્ર હીટવેવની અસર જોવા મળશે અને રાત્રિના સમયે પણ ગરમીનો અહેસાસ થશે. ગઈકાલે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રના અનેક શહેરોમાં પારો 46 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. ઉત્તર પ્રદેશનું બાંદા 47.6 ડિગ્રી સેલ્સિયસ સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે પંજાબના બઠિન્ડામાં 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા મુજબ, દક્ષિણ અને પૂર્વોત્તર ભારતને બાદ કરતાં દેશના અડધા ભાગમાં સરેરાશ તાપમાન 45 ડિગ્રીની આસપાસ જળવાઈ રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?