અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! હવામાન વિભાગની આગાહીથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં વરસાદે મચાવ્યો હાહાકાર! અનેક વિસ્તારોમાં પાણી ભરાયા… હવે હવામાન વિભાગે શું ચેતવણી આપી?

અમદાવાદમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા (AI જનરેટેડ)

અમદાવાદમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા (AI જનરેટેડ)
Ahmedabad Heavy Rain: અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં કાળા ડિબાંગ વાદળો, ભારે પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે અને કેટલીક જગ્યાએ વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
અમદાવાદમાં ભારે વરસાદ, પશ્ચિમ વિસ્તારમાં વિઝિબિલિટી ઘટી
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં હેલ્મેટ સર્કલ, ગુરુકુળ રોડ, ગુજરાત યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા, અંધજન મંડળ, સેટેલાઈટ, શિવરંજની, વેજલપુર, જોધપુર, પ્રહલાદનગર અને ઈસ્કોન સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ખાસ કરીને એસજી હાઇવે પર ભારે વરસાદ અને અંધારપાટના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. નોકરી-ધંધા માટે નીકળેલા લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. વરસાદના કારણે શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર પણ ધીમો પડ્યો હતો.
પૂર્વ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ
પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ, હાથીજણ, ઓઢવ, નિકોલ, ઈસનપુર, મણિનગર, નારોલ અને વટવા સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ રહ્યો હતો. નરોડા પાટિયા, નરોડા ગામ અને કુબેરનગર ITI વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. મણિનગર આવકાર હોલ સર્કલમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. પ્રહલાદનગર અને જોધપુર વિસ્તારમાં પણ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે.
હેલ્મેટ સર્કલ અને પુનિતનગરમાં પાણી ભરાયા
ભારે વરસાદને કારણે હેલ્મેટ સર્કલ વિસ્તારમાં રસ્તાઓ પર મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે. કેટલીક જગ્યાએ વાહનો પાણીમાં ફસાયા હોવાની સ્થિતિ જોવા મળી છે. પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે પણ વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે. વાડજ, ઉસ્માનપુરા અને આશ્રમ રોડ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે.
મીઠાખળી અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ
અમદાવાદમાં વરસાદી પાણી ભરાતા મીઠાખળી અંડરપાસને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદ દરમિયાન કેટલાક લોકો બ્રિજ નીચે આશરો લેતા જોવા મળ્યા હતા. શહેરમાં પાણી ભરાયેલા રસ્તાઓ અને અંડરપાસને લઈને વાહનચાલકોમાં મુશ્કેલી વધી છે.
વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલાયા
વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીનું જળસ્તર 129 ફૂટ રાખવામાં આવ્યું છે. પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજના ત્રણ દરવાજા આશરે એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
અમદાવાદમાં બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં બપોરે 1 વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદ અને પવનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે વાહન વ્યવહારને અસર થઈ છે. અમદાવાદ વરસાદ અને હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોએ પાણી ભરાયેલા રસ્તાઓ, અંડરપાસ અને જોખમી વિસ્તારોમાં સાવચેતી રાખવી જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાણંદમાં ફરી દીપડાની દહેશત! મોટી દેવતી ગામ પાસે જમીન પર મળ્યા શંકાસ્પદ પંજાના નિશાન.

ગુજરાતમાં ફરી મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ! હવામાન વિભાગે આગામી 24 કલાક માટે કયા વિસ્તારોને લઈને આગાહી કરી છે?

એક જ સવારે અમદાવાદના બે અલગ-અલગ બ્રિજ પર અકસ્માત કેવી રીતે સર્જાયા? પાલડી અકસ્માતમાં શું થયું અને ઇસ્કોન બ્રિજ પર કારચાલક કેવી રીતે બચ્યો?