અમદાવાદ: મહેસાણાના નકલી PSI એ પોલીસને દોડાવી
ખોટી ઓળખ આપી અસલી પોલીસને ગુમરાહ કરનાર ભેજાબાજ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીમાં ગુનો દાખલ

નકલી PSI

નકલી PSI
અમદાવાદમાં પોલીસના નામે છેતરપિંડીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ આ વખતે એક ભેજાબાજે સીધું જ પોલીસ તંત્રને નિશાન બનાવીને હદ વટાવી દીધી છે. મહેસાણાના પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) તરીકેની ખોટી ઓળખ આપીને અમદાવાદના પોલીસ કર્મચારીઓને ગેરમાર્ગે દોરનારા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ તેજ કરી છે.
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે 17 ડિસેમ્બરના રોજ જ્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોતાની નિયમિત શિફ્ટમાં ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે PSO ડેસ્ક પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે રુઆબદાર અવાજમાં પોતે મહેસાણામાં PSI રાઠોડ તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું.
આ નકલી અધિકારીએ મેમનગર ફાયર સ્ટેશન પાસેના એક મકાનનું ચોક્કસ લોકેશન આપીને ત્યાં મહેસાણાના કોઈ ગુનાનો આરોપી છુપાયો હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં, તેણે આદેશાત્મક લહેકામાં ત્યાં તુરંત જ PCR વાહન મોકલીને તેનો નંબર આપવા માટે પોલીસને દબાણ કર્યું હતું. પ્રાથમિક તબક્કે સરકારી સૂચના સમજીને પોલીસે કામગીરી કરી હતી, પરંતુ ત્યારબાદ સતત ફોન કરીને વિગતો માંગવાની પદ્ધતિને કારણે ફરજ પરના જવાનોને શંકા ગઈ હતી.
પોલીસે સાવચેતીના ભાગરૂપે મહેસાણા પોલીસનો સંપર્ક સાધી તપાસ કરતા મોટો ખુલાસો થયો હતો. મહેસાણામાં PSI રાઠોડ તરીકે કોઈ અધિકારી એ મોબાઈલ નંબરથી ફરજ બજાવતા નહોતા. આ વાત સામે આવતા જ પોલીસ તંત્ર સાબદું થયું હતું અને નકલી PSI બનીને કિંમતી સમય અને તંત્રને બરબાદ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો હતો. હાલ પોલીસ મોબાઈલ લોકેશનના આધારે આ આરોપી સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.