Ahmedabad: શારદાબેન હોસ્પિટલમાં ઈમરજન્સી સ્ટાફ ઊંઘતો ઝડપાયો, દર્દીને 1 કલાક રાહ જોવી પડી!
છાતીમાં દૂ:ખાવાની ફરિયાદ સાથે આવેલો દર્દીએ સારવાર માટે એક કલાકથી વધુ સમય રાહ જોવી પડી હતી

દર્દીએ પૂછપરછ કર્યા બાદ જવાબમાં તબીબ હમણાં આવશે તેમ કહ્યું હતું.

દર્દીએ પૂછપરછ કર્યા બાદ જવાબમાં તબીબ હમણાં આવશે તેમ કહ્યું હતું.
અમદાવાદની એએમસી સંચાલિત શારદાબેન અને એલ.જી.એમ બંને હોસ્પિટલો કોઈ કારણસર વારંવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે સરસપુરમાં આવેલી શરદબેન હોસ્પિટલમાં વહેલી સવારે ઈમરજન્સી વિભાગનો સ્ટાફ મીઠી નિંદર માણતો ઝડપાયો હતો. છાતીમાં દૂ:ખાવાની ફરિયાદ સાથે આવેલો દર્દીએ સારવાર માટે એક કલાકથી વધુ સમય રાહ જોવી પડી હતી. તે અંગેનો વિડીયો દર્દીએ પોતાના સોશિયલ મીડિયામાં મૂકીને વાયરલ થતાં ચકચાર જાગી થઈ ગયું હતું.
શરદબેન હોસ્પિટલના વાયરલ થયેલા વિડીયો અનુસાર આજે સવારે 6 વાગ્યાની આસપાસ એક દર્દી છાતીમાં દૂ:ખાવાની ફરિયાદ સાથે સારવાર માટે આવ્યા હતા. જ્યારે તેઓ દવાખાને પહોંચ્યા ત્યારે તબીબી કે સ્ટાફ જગ્યા પર હજાર ન હતો. દર્દીએ પૂછપરછ કર્યા બાદ જવાબમાં તબીબ હમણાં આવશે તેમ કહ્યું હતું. દર્દીએ અડધો કલાક સુધી રાહ જોયા બાદ પણ તે જગ્યા પર કોઈ ફરક્યું ન હતું. ત્યાર બાદ દર્દી અંદર જઈને તપાસ કરતાં નર્સિંગ સ્ટાફ ઊંઘતો ઝડપાયો હતો. ત્યાર બાદ દર્દીએ વિડીયો બનાવીને પોતાની વ્યથા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગ દવાખાનામાં સૌથી અગત્યનો વિભાગ ગણાય છે. હોસ્પિટલમાં સતત 24 કલાક સ્ટાફ ફરજ પર હજાર રાખવામાં આવે છે. પરંતુ રાત્રીની પાળીનો સ્ટાફ મોતએ ભાગે ઊંઘતો જ જોવા મળે છે. હોસ્પિટલની બેદરકારીનો અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય થયા બાદ સુપ્રિટેન્ડન્ટ દ્વારા સીએમઓને કારણદર્શક નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!