AMCની દબાણ શાખાનો કર્મચારી 6000ની લાંચ લેતા ઝડપાયો
ગરીબ લારી-ગલ્લાવાળાઓ પાસેથી ધંધો કરવા દેવાના બદલામાં 6000ની લાંચ લેતા ઝડપાયો

દબાણ શાખાનો કર્મચારી

દબાણ શાખાનો કર્મચારી
અમદાવાદ ACB એ પૂર્વ વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરીને કરાર આધારિત સિક્યુરિટી ગાર્ડને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આરોપી, વિજયભાઈ પ્રાગજીભાઈ મકવાણા, પોતે AMCની દબાણ શાખામાં સિક્યુરિટી ગાર્ડ હોવાની ઓળખ આપીને નાના વેપારીઓ પાસેથી ગેરકાયદેસર ઉઘરાણી કરતો હતો. ગુરુવારના રોજ ACBએ વિરાટનગર બ્રિજ નીચે છટકું ગોઠવીને વિજય મકવાણાને 6000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં, આરોપી ખાણી-પીણીની દુકાનો પાસેથી 200 અને શાકભાજીની લારીઓ પાસેથી 100ની નિયમિત લાંચની માંગણી કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
હાથ-લારીમાં સામાન વેચીને ગુજરાન ચલાવે
આ કેસની વિગતો મુજબ, રામોલ-હાથીજણ વોર્ડમાં બચુભાઈ ચાર રસ્તાથી મંથન ચાર રસ્તા સુધીના વિસ્તારમાં આર્થિક જરૂરિયાતમંદ લોકો હાથ-લારીઓમાં સામાન વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. આરોપી વિજયભાઈ મકવાણા પોતે કોર્પોરેશનના દબાણ શાખામાં હોવાનું જણાવીને, દબાણ ઝુંબેશની ધમકી આપીને લારી-ગલ્લાવાળાઓને હેરાન કરતો હતો. આ હેરાનગતિથી બચવા માટે લારી-ગલ્લાવાળાઓએ વિસ્તારના જાગૃત સામાજિક કાર્યકર અને આ કેસના ફરિયાદીની મદદ માંગી હતી.
આ પણ વાંચો: હવે લાંચ માટે પણ QR કોડ..
ફરિયાદી પાસે 6000ની લાંચની માંગ
ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરતા, આરોપીએ સ્પષ્ટ કહ્યું હતું કે, જો હાથલારીઓ ઊભી રાખીને શાંતિથી ધંધો કરવો હોય તો લાંચ આપવી પડશે. આરોપીએ ફરિયાદી પાસે કુલ 6000ની લાંચની માંગણી કરી, જે તેણે સ્વીકારી હતી અને ACB ટીમે આ રકમ રિકવર પણ કરી છે. ટ્રેપિંગ અધિકારી એ. કે. ચૌહાણ, પોલીસ ઈન્સ્પેક્ટર, ACB ફિલ્ડ-1 અને સુપરવિઝન અધિકારી જી. વી. પઢેરીયા, મદદનીશ નિયામક, ACB ફિલ્ડ-1, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આ સફળ ટ્રેપ પાર પાડવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!