અમદાવાદ: નાજ ગામમાંથી 6 બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા
અસલાલી પોલીસે 10 વર્ષથી ગેરકાયદે રહેતા પરિવારને ઝડપ્યો: ચંડોળા તળાવમાં લેતા હતા આશરો

બાંગ્લાદેશી ઘૂસણખોર

બાંગ્લાદેશી ઘૂસણખોર
શંકાસ્પદ હિલચાલથી ભાંડો ફૂટ્યો :
બારેજાના નાજ ગામમાં પેટ્રોલિંગ દરમિયાન અસલાલી પોલીસની નજર એક ખેતરના બોર પર રહેતા કેટલાક વ્યક્તિઓ પર પડી હતી. તેમની શંકાસ્પદ ગતિવિધિઓને જોતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં કાલોન સોલેમાન મોલ્લા, મોહમ્મદ અરાફત મોલ્લા અને રીબાખાતુન મોલ્લા નામના ત્રણ શખ્સો બાળકો સાથે મળી આવ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ મૂળ બાંગ્લાદેશના ખુલના જિલ્લાના વતની છે.
સરહદ ઓળંગી અમદાવાદ સુધીની સફર :
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ પરિવારે બાંગ્લાદેશની સતખીરા બોર્ડરથી પગપાળા ભારતમાં પ્રવેશ કર્યો હતો. બાસીરહાટથી ટેક્સી દ્વારા કોલકાતા અને ત્યારબાદ ટ્રેન મારફતે તેઓ કાળુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમની પાસે ભારતીય નાગરિકતાનો કોઈ પણ કાયદેસરનો પુરાવો મળી આવ્યો નથી.
ચંડોળા તળાવથી નાજ ગામ સુધીનું સ્થળાંતર :
આ ઘૂસણખોરો છેલ્લા 10 વર્ષથી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ઝૂંપડા બાંધીને રહેતા હતા. જોકે, તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરાતા, તેઓ પકડાઈ જવાની બીકે અઢી મહિના પહેલા નાજ ગામની સીમમાં મજૂરીકામ માટે આવી ગયા હતા. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.